________________
થઈ ગયા હતા. તેનાં કારણો સ્પષ્ટ હતાં. | દેવ અંગેના ખ્યાલો લોકોનાં હૃદયોમાં ઊંડે સુધી મૂળ નાખેલાં હતાં. અને લોકો દેવો વગર સર્વથા ચલાવી શકે એમ ન હતા. કર્મનો લોખંડી સિદ્ધાંત શુષ્ક હતો અને તેને સમજી શકે એવા કેવળ બુદ્ધિમાન લોકોને જ તેમાં રસ પડતો હતો. લોકસમૂહોની કલ્પનાને સર કરવા માટે અને લોકોનાં હૃદયોને જીતવા માટે ભવ્યતા ધરાવતા અને સુંદર વસ્ત્ર પરિધાન કરાવેલા દેવો અનિવાર્ય હતા.
જેઓ ગૃહત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા તેઓ પણ તેમના ધર્મ પરિવર્તન અગાઉ જાદા જાદા શક્તિશાળી દેવો અંગે સારું જ્ઞાન ધરાવતા હતા અને તેથી જ આ સંન્યાસીઓને નવા ધર્મપંથમાં સ્થિર કરવા માટે દેવોની ખોજ કરવી આવશ્યક બની હતી.
પરંતુ દેવોની આ ખોજ સદંતર અડસટ્ટ-આડેધડ કરવામાં આવેલી ન હતી. સમગ્ર દેશમાં રજૂઆત કરવા માટે આ દેવોને તેમના કર્મના સિદ્ધાંત સાથે બંધ બેસે એવા બનાવવામાં આવ્યા હતા. એવું નિશ્ચય પૂર્વક જાહેર કરવામાં આવ્યું હતું કે જેમણે ગૃહત્યાગ કર્યો હતો એવા અનેકોમાંથી કેવળ કેટલાકે જ તે (મોક્ષ) પ્રાપ્ત કર્યું હતું કે જેને માટે તેઓ દિગંબર અવસ્થામાં અને કેશવિહીન મસ્તકે ચાલી નીકળ્યા હતા અને જેઓ બીજો દેહ ધારણ કર્યા સિવાય મોક્ષ પામ્યા હતા, પરંતુ શેષ રહેલાઓનું શું કે જેઓ તેમનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા સિવાય અડધે રસ્તે જ અવસાન પામ્યા હતા? આવા લોકો કે જેમણે તપશ્ચર્યા કરી હતી અને સદ્ગુણો કેળવ્યા હતા અને તેમ છતાં પણ કમનસીબે તેઓ તેમનું લક્ષ્ય સફળ રીતે પાર પાડવા માટે શક્તિમાન બન્યા ન હતા અને જેઓ તેમના માટે નક્કી કરવામાં આવેલા સમયે અવસાન પામ્યા હતા તેઓ તેમનાં સદ્કર્મોને લીધે દેવોના ધર્મો પૈકીના કોઈ પણ એકમાં જન્મ પામશે.
દેવોના ઐશ્વર્યને તેજસ્વી રંગોમાં વર્ણવવામાં આવ્યું છે, પરંતુ તેઓ (દવો) બધો જ એક સંન્યાસી કરતાં ઊતરતી કક્ષાના હતા, કારણ કે તેઓ મહાવીર અને તેમના શિષ્યોના સેવકો તરીકે કામ કરતા દર્શાવવામાં આવ્યા હતા. મોક્ષ એ કેવળ માનવજન્મ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. દેવોના ઐશ્વર્ય અને ભવ્યતાનું વર્ણન એ કેવળ સંન્યાસીઓને કીર્તિ કે ઐશ્વર્યથી
- ૩૮૦ ૦