________________
મંડિત કરવા માટે જ કરવામાં આવે છે, કારણ કે આવા શક્તિશાળી દેવો પણ વિજેતા (મહાવીર) અથવા એક સંતના ચરણમાં શીશ ઝૂકાવે છે.
દેવોના ઐશ્વર્યનું પરંપરાગત વર્ણન નીચે મુજબ છે.
લોકોમાં જેઓ અનુપમ સૌંદર્ય ધરાવતા હોય, અત્યંત મજબૂત હોય, ખૂબજ શક્તિશાળી હોય અને અતિ સુખમય હોય તેઓજ અનુપમ સૌંદર્યશીલ, અત્યંત ભવ્ય અને ખૂબજ સુખમય એવા દેવો બને છે. તેમની છાતી કંઠમાળાઓથી ચળકતી હોય છે, તેમના હસ્ત કંકણો અને બાજુબંધના બોજથી લચી જતા હોય છે, કર્ણના અલંકારો તેમણે પહેરેલા હોય છે, જે તેમના કપોલ(ગાલ) સાથે રમત કરતા હોય છે, કાનનાં કુંડળ કે જે તેમના હસ્તની ઉપરના ભાગમાં રહેલા બાજુબંધોની ઉપર લટકતા હોય છે. તેઓએ હાથ ઉપર વિવિધ આભૂષણો પહેરેલાં હોય છે, તેમનાં ઉપવસ્ત્રો તાજી ખીલેલી પુષ્પમાળાઓથી સુશોભિત હોય છે, ઊંચા પ્રકારનાં સુગંધી દ્રવ્યો, સર્વશ્રેષ્ઠ વસ્ત્રો, તેમનાં ભવ્ય આભૂષણો, છેક નીચે સુધી પહોંચતા પુષ્પહાર, દેવી રંગો અને લાગણીઓ, શરીરનો સુંદર બાંધો અને તેમનો ઉત્તમ દરજ્જો, તેમના દેવી સૌંદર્યથી સમગ્ર બ્રહ્માંડની દસે દિશાઓને પ્રકાશિત કરતા અને અજવાળતા, દેહ પર ભવ્ય ચમક, તેજસ્વિતા, અને પ્રકાશ તેઓ ધરાવે છે. તેઓ જ્યારે આરામની સ્થિતિમાં હોય છે ત્યારે અત્યંત સૌંદર્યવાન દેખાય છે અને આવનારા સમયમાં તેઓ સુખી-આનંદી હોય છે.
S.B.E.-45, P.381, Book-2, Lec-2
આવા દેવોમાં સૌથી વધારે શક્તિશાળી અર્થાત્ ઈન્દ્ર એક સંન્યાસી કે દૃષ્ટાને આદરપૂર્વક વંદન કરતો અને તેમની પ્રશંસા કરતો હોય તે રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ દિવો) ધર્મપંથ પ્રત્યે વત્તે ઓછે. અંશે ખોટો દેખાવ કરતા હોય એમ પણ બની શકે. | P-40, પોતાના બ્રાહ્મણ તરીકેના પહેરવેશને ફેંકી દઈને અને પોતાને તેના સાચા સ્વરૂપમાં દશ્યમાન કરીને શકે તેમને આદર પૂર્વક વંદન કર્યા અને મિષ્ટ શબ્દોમાં આ પ્રમાણે તેમની પ્રશંસા કરી :
“શાબાશ! આપે ક્રોધને પરાજિત કર્યો છે. શાબાશ! આપે ઘમંડને જીતી લીધો છે. શાબાશ ! આપે ભ્રમણા-મોહને અદશ્ય કરી દીધેલ છે.
- ૩૮૮૦