________________
વર્તન સિવાયનું ઊંચું ગોત્ર કંઈ જ મહત્ત્વ ધરાવતું નથી. જો કોઈ વ્યક્તિ સદ્ગુણો ધરાવતી ન હોય તો તેનો ઊંચા કુળમાં જન્મ હોવો એ જ તેના માટે નામોશી ભરેલું છે. બીજી બાજુ નેક અને પ્રામાણિક ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ માટે ગોત્ર એ અત્યંત અલ્પ મહત્ત્વ ધરાવે છે. હલકામાં હલકા કુળમાં જન્મ અને ખરાબમાં ખરાબ સંજોગો વચ્ચે પણ ઉત્તમ સદ્ગુણો ધરાવતી વ્યક્તિ સ્વ-વિકાસ માટે પૂરતી તકો મેળવી શકે છે. જેવી રીતે કાદવમાં પેદા થતું કમળનું પુષ્પ તેનાથી મલિન થયા વગર આજુબાજુ સર્વત્ર સુગંધ ફેલાવે છે. આને માટે દૃષ્ટાંત રૂપ વાર્તાઓ બૌદ્ધો અને જૈનોના પવિત્ર ધર્મગ્રંથોમાં વેરાયેલી પડેલી છે, જે દર્શાવે છે કે કન્ડાલકનનાં નાનાં ગામડાંઓમાં જન્મેલી વ્યક્તિઓ પૂરતાપ્રમાણમાં શ્રમ-મહેનતવડે ઊંચાઇઓને સર કરે છે કે જ્યાં દેવો અને મનુષ્યો એકસમાન રીતે તેમની ઉપાસના કરે છે. મહાવીરનું જ્ઞાતિ પ્રત્યેનું વલણ તદ્દન અસામાન્ય ન હતું. તેમણે ચોક્કસપણે જન્મ (ઊંચાકુળમાં) ના ઘમંડને નિરુત્સાહી બનાવી દીધો. તેમણે ગુણવાન વર્તનને ઊંચા પરિવારમાં મળેલા જન્મ કરતાં વધારે મૂલ્યવાન ગણ્યું. જે મનુષ્ય પોતાના નિયંત્રણ હેઠળ ન હોય એવી જગ્યાએથી આદર પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે તેને ગોત્રમાં કોઈ જ સ્થાન નથી, કે જ્યાં શાંતિની પ્રતિજ્ઞા પાળવામાં આવે છે.2
1 તપશ્ચર્યાનું મૂલ્ય દૃશ્યમાન બને છે, (ઉંચા કુળમાં) જન્મ નું કોઈ મૂલ્ય જોઈ શકાતું નથી. સ્વપાકાના પુત્ર પવિત્ર હરિકેસા તરફ જુઓ, કે જેણે (નીચા કુળમાં જન્મ લેવા છતાં) મહાન શક્તિ હાંસલ કરી હતી.
S.B.E.-45 2. Book-1, Lec-13 Page-321 Lecture-XII Page-56
દેવો
મહાવીરનું દેવો પ્રત્યેનું વલણ : બધા ક્રિયાવાદી સંપ્રદાયો કે જેમાં કર્મ એ જ મૂળભૂત ઘટક હતો કે જે માનવના જીવન અને ભાગ્યનું નિયંત્રણ કરતો હતો. દેવ અંગેની સંલ્પનાનું તેમાં કોઈ જ સ્થાન ન હતું, અને તેમ છતાં પણ આ વ્યવસ્થામાં (સંપ્રદાયોમાં) પણ દેવો ચૂપચાપ દાખલ
• ૩૮૬ •