________________
પ્રલોભન દ્વારા વશ કરી લેતાં કહે છે, “હું રોજા ભોજની પુત્રી છું અને તું અંઘકવૃષ્ણિ છે, હું ઉચ્ચ કુળમાં જન્મ પામી છું, તેથી આપણે ગંધના સર્પો જેવાં બનીશું નહિ.” | P.84. ધર્મપંથ વિષે ક્ષત્રિયોની પૂછતાછનો ઉત્તર આપતાં રાજા સંજય અન્ય કોઈનો નહિ, પરંતુ ક્ષત્રિયોનો જ સંદર્ભ તેના મુદ્દાને સ્પષ્ટ કરવા માટે આપે છે. અને કહે છે કે બુદ્ધિમંત મનુષ્ય આત્માના અસ્તિત્વમાં માનવું જોઈએ અને તથાકથિત આત્માના બિનઅસ્તિત્વને નકારી કાઢવું જોઈએ. રાજાઓના આ સમૂહે જિનોમાં શ્રદ્ધા ધરાવવાનું પસંદ કર્યું હતું. આવા રાજવીઓની યાદી લાંબી છે. ભરત, સંગારા, માઘવન, સનતકુમાર, સાત્તિ, કન્યા, આરા, મહાપા, હરિસેન, ગયા, દશાર્ન, ભદ્ર, કારાકડુ, દ્વિમુખ, નામી, નાગ્નાલી, ઉદયન, કાસી, વિજય અને મહાબાલા (નો તેમાં સમાવેશ થાય છે), જેમણે પરસ્પર એકબીજાને ઐશ્વર્ય પ્રદાન કર્યું છે.
આમ જૈન લેખકોએ ખાતરી પૂર્વક કહ્યું છે કે તીર્થકર કેવળ ક્ષત્રિય પરિવારમાં જ જન્મ લેશે, અને બ્રાહ્મણોની પ્રતિષ્ઠાને નીચી દેખાડવા માટે તેમણે દર્શાવ્યું હતું કે મહાવીરનું સૌપ્રથમતો દેવાનંદા નામની બ્રાહ્મણ મહિલાના ગર્ભાશયમાં ગર્ભધાન થયું હતું અને તેણી પવિત્ર હોવા છતાં તેમણે હરિણગામેષી નામની મેલીવિદ્યા જગાડી અને નિસર્ગાતીત શક્તિઓની મદદથી ગર્ભને ક્ષત્રિય મહિલાના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કર્યો.
પરંતુ કોઈપણ રીતે આ બાબત તેમના આગેવાન વર્ધમાન મહાવીરની વિરુદ્ધમાં પૂર્વગ્રહિત બનાવતી નથી. આપણે ખૂબ જ સાચી રીતે સંન્યાસીઓ અને તેમના ગુરૂ વચ્ચેનો ફરક સમજીએ છીએ. સંન્યાસીઓ પોતે જે નથી તે હોવાનું જાહેર કરે છે અથવા તેમના ગુરૂની અન્ય કરતાં અત્યંત ઊંચી એવી વ્યક્તિમત્તા અને ધર્મપંથના આંતરિક મૂલ્યની અલર હેઠળ તેમને તેમ કરવાની ફરજ પાડવામાં આવે છે.
મહાવીર વર્ધમાને કદાચ સંન્યાસીઓની નિર્બળતાની વેધક જાણકારી પ્રાપ્ત કરી હશે અને સ્પષ્ટ શબ્દોમાં તેમને ચેતવણી પણ આપી હશે કે તેમની માતાઓ કે પિતાઓના પક્ષે તેમના ઊંચા કુળની તેમને મન કોઈ જ કિંમત ન હતી, કિંમત હોય તો તે કેવળ સાચા જ્ઞાન અને રીતભાતવર્તનની હતી. જો સંન્યાસી બન્યા પછી પણ તેઓ એક ગૃહસ્થ તરીકેનું
- ૩૮૪ -