________________
(કારણ કે જ્ઞાતિપ્રથાઓ લોકોના મનમાં ઊંડાં મૂળ નાખેલાં હતાં) અને તેઓ સઘળાં મનુષ્યોની સમાનતાની હિમાયત કરતા હતા. તેઓ દાન,
સ્વનિયંત્રણ અને તેને પૂરક એવા ધ્યાન અને તપના આચરણ જેવા સદ્દગુણોનો વિકાસ સાધીને પોતાની જાતના શુદ્ધિકરણમાં માનતા હતા. તેઓ બધીજ પ્રકારની ધાર્મિક વિધિઓનો અનાદર કરતા હતા અને તેને બદલે પોતાની જાત વિશેના જ્ઞાનને સ્થાપિત કરતા હતા.
હે સર્વોત્તમ રાજન ! મનુષ્યની સૌથી નિમ્નકોટિની જ્ઞાતિ એ સ્વયં પાકીઓની છે કે જેમાં અમારો બે રીતે સમાવેશ થાય છે, જેમ કે સઘળા લોકો અમારી નફરત કરે છે અને અમે સઘળા લોકો વડે તિરસ્કૃત થઈને સ્વપાકીઓનાં નાનાં ગામોમાં વસએ છીએ. S.B.E, 45, Page-59, Lec.XIII, Ve-18-19, Page 152. BuddhaOldenberg
એમ કહેવું એ બીન જરૂરી છે કે સંન્યાસીઓનો આ બીજી પરંપરામાં સમાવેશ થતો હતો. તેઓ સઘળાં મનુષ્યોની સૈદ્ધાંતિક સમાનતામાં માનતા હતા. “હે શિષ્યો ! તેઓ ગંગા, યમુના, ઐરાવતી, સરયૂ, મહી વગેરે જેવી ગમે એટલી મોટી સંખ્યામાં હોય તો પણ તેમની વિશાળ ધારાઓ જ્યારે મહાન મહાસાગરમાં પહોંચે છે ત્યારે તેઓ પોતાનું પુરાણું નામ અને પોતાનું પુરાણું કુળ ભૂલાવી દે છે અને કેવળ “વિશાળ મહાસાગર’ એવા એક જ નામથી ઓળખાય છે. એજ રીતે મારા શિષ્યો ! આ સઘળા ચારે જાતિઓ જેવી કે ઉમરાવો(ક્ષત્રિયો), બ્રાહ્મણો, વૈશ્ય અને શુદ્રો જ્યારે ઘર્મપંથ અને તેના નિયમો અનુસાર વર્તે છે કે જે પૂર્ણ પુરૂષે ઉપદેશેલા છે ત્યારે તેઓ તેમના ગૃહોત્યજી દે છે અને ગૃહવિહીન સ્થિતિમાં ચાલ્યા જાય છે, અને ત્યારે તેઓ તેમનાં પુરાણાં નામ અને પુરાણા પિતૃવંશને ગુમાવી દે છે અને કેવળ એકજ પદને ધારણ કરે છે જેનું નામ છે સંન્યાસીઓ કે જેઓ શાક્યગૃહના પુત્રને અનુસરે છે.”
જન્મથી કોઈ બ્રાહ્મણ કે ક્ષત્રિય, કોઈ ઉગ્ર જાતિનો વંશજ અથવા લિમ્બવી હોય અને તે ધર્મપંથમાં દાખલ થાય અને અન્ય લોકોએ આપેલી ભિક્ષાને તે આરોગતો હોય તે તેના પુરાણા ખ્યાતનામ ગોત્ર ને કારણે તેને (ધર્મપંથને) વળગી રહી શક્તો નથી.'
- ૩૮૨ -