________________
S.B.E - 45 (Page 51-52-58) Lec-XII, Harikesa verses 11 to 19. 5,6,7
આપણે આ સમસ્યાને ત્રણ દષ્ટિબિંદુથી જોઈશું. પ્રથમ તો સમાજ તેમની પ્રત્યે કઈ રીતો જોતો હતો, બીજું સંન્યાસીઓ તેમને વિશે શું વિચારતા હતા અને અંતે જ્ઞાત્રિપુત્ર મહાવીરનું તેમની તરફનું વલણ કેવું હતું ?
સમાજ એ જમાનામાં ત્રણ મોટા વર્ગોમાં વહેંચાયેલો હતો. બ્રાહ્મણો કે ધર્મગુરુઓ, ક્ષત્રિયો અને વૈશ્યો કે વ્યાપારીઓ. બાકીના બધા જ શુદ્રો તરીકેના શેષ ચતુર્થ વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા..
પ્રથમ ત્રણ વર્ગો એકમતે ચોથા વર્ગનો તિરસ્કાર કરતા હતા, અને શુદ્રોના ચોથા વર્ગમાં પણ, જેઓ પોતાને અન્યોથી જરાક ઊંચી કોટિના ગણતા હતા, તેઓ બાકીના તરફ તિરસ્કારની દૃષ્ટિથી જોતા હતા. પરાહ અથવા ચંડાળોનો સઘળા લોકો (શુદ્રો સહિત) તિરસ્કાર કરતા હતા. લોકો બ્રાહ્મણો તરફ આદરયુક્ત દૃષ્ટિથી જોતા હતા. કારણ કે તેઓ આધ્યાત્મિક જ્ઞાનથી પરિપૂર્ણ હતા અને ક્ષત્રિયોને તે જમાનામાં શક્તિનાં પ્રતિકો તરીકે જોવામાં આવતા હતા. સમાજની તે જમાનામાં આવી પરિસ્થિતિ હતી. - હવે આપણે સંન્યાસીઓના વલણ વિશે જોઈએ. આપણા ઉદ્દેશ્ય માટે સૌથી અગત્યની બાબત એ જેઓ પોતાને નવા ધર્મના અનુયાયીઓ તરીકે જાહેર કરે છે તેમનું વલણ જાણવાની છે. એ નોંધવું જોઈએ બ્રાહ્મણ યુગમાં પણ બે પ્રકારની પરંપરાઓ હતી અને બંને પ્રકારની પરંપરાઓ સહઅસ્તિત્વ ધરાવતી હતી. તે હતી બ્રાહ્મણોની પરંપરા અને શ્રમણોની પરંપરા. તેમાંથી પ્રથમ પરંપરામાં વૈદિક દેવોની પૂજા કરવામાં આવતી અને તેઓ બલિદાનો (યજ્ઞો)ની કાર્યસાધકતામાં માનતા હતા. તેઓ બલિદાનો અને નિર્દોષ પ્રાણીઓના ભોગની મદદથી દેવોને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હતા. તેઓ જ્ઞાતિપ્રથાની સંસ્થામાં માનતા હતા. અને પોતાની જાતને તેના કર્ણધાર તરીકે સ્થાપિત કરતા હતા.
તેમની વિરુદ્ધમાં શ્રમણોની પરંપરા હતી કે જેઓ વિચારતા હતા કે તેઓ જ્ઞાતિપ્રથાની સંસ્થાની સામે મજબૂત વિરોધ કરી શકતા ન હતા,
- ૩૮૧