________________
“ત્યાં પેલો છેલબટાઉ આવી રહ્યો છે તે કોણ છે? તે સ્વાર્થી, ભયંકર, ઊચી રાખેલી નાસિકાવાળો, નહિવતું વસ્ત્રો પહેરેલ, શયતાન એવો મલિન મનુષ્ય, કે જેણે ગળા ઉપર મલિન વસ્ત્ર રાખેલ છે ? | હે મલિન મનુષ્ય ! તું કોણ છે અથવા શા હેતુથી તું અહીં આવેલ છે?
અર્ધનગ્ન અને ગંદા મનુષ્યોના શયતાન ! તું જા. અહીથી ચાલ્યો જા. તુ શા માટે ત્યાં ઊભો રહ્યો છે?
ભોજન કેવળ બ્રાહ્મણો માટે જ તૈયાર કરવામાં આવેલું છે. તે માત્ર અમારા એકલાના માટે તૈયાર થયેલ છે. અને તને આવો આહાર કે પેયો આપીશું નહિ. તું ત્યાં શા માટે ઊભો રહ્યો છે ?”
પતિદેવો ઊંચાં સ્થાને કે નીચા સ્થાને બદલાની અપેક્ષાએ અનાજ ફેકે છે એવા જ હેતુથી તમે મને આપો. હું એવું ક્ષેત્ર છું કે જે સદ્ગુણો પેદા કરશે. (જ તમારા કલ્યાણ માટેનું વળતર હશે.”
“સમગ્ર સૃષ્ટિ જાણે છે કે એવું ક્ષેત્ર કયું છે કે જ્યાં બક્ષિસોનું વાવેતર કરવાથી સદ્ગણો ઊગે છે. શુદ્ધ જન્મ અને જ્ઞાનવાળા બ્રાહ્મણો જ આવાં વરદાની ક્ષેત્રો છે.”
જેઓ ક્રોધ અને ગર્વથી ભરેલા છે, જેઓ હત્યા કરે છે, અસત્ય બોલે છે, પોતાની જ સંપત્તિની ચોરી કરે છે, તેઓ શુદ્ધ જન્મ અને જ્ઞાનવિહીન બ્રાહ્મણો છે. તેઓ અત્યંત હલકા ક્ષેત્રો છે.”
““તમે તો કેવળ શબ્દોના સોદાગર છે, જે હોવા જોઈએ તમે વેદો ભણેલાં હોવા છતાં તેમનો અર્થ સમજતા નથી. સંન્યાસીઓ ને તો ઊંચી અને નીચી જાતિનાં ગૃહોમાંથી પણ બોલાવવામાં આવે છે. તેઓ જ વરદાની ક્ષેત્રો છે.”
વિદ્વાન લોકોને ઉતારી પાડનાર નિંદક! અમારી ઉપસ્થિતિમાં તું આવું બોલવાની હિંમત શી રીતે કરી શકે? તે નિગ્રંથ ! આ આહાર અને પેયો તારા માટે નથી, તેથી અમે તે તને આપીશું નહિ.”
હું કે જે સમિતિને અનુસરું છું અને ગુપ્તિથી રક્ષાયેલો છું, મેં મારી ઈન્દ્રિયોને વશ કરી છે તેને તમે હું જે માગું છું તે કેમ નહીં આપો ! તો પછી તમે જે બલિદાનો આપો છો તેનો તમે શો ફાયદો પ્રાપ્ત કરી શકશો ?
અહીં કોઈ ક્ષત્રિયો નથી, કોઈ ધર્મ ગુરુઓ નથી કે જે અગ્નિ પેટાવી શકે, અહીં કોઈ ધર્મોપદેશકો નથી કે તેમના શિષ્યો નથી કે જેઓ તેને લાકડીથી કે પથ્થર ફેંકીને મારી શકે ? તો પછી તેને ગળેથી પકડો અને બહાર કાઢી મૂકો.”
બ્રાહ્મણ ધર્મગુરુઓના આવા શબ્દો સાંભળીને કેટલાક યુવાન માણસો આગળ ઘસી ગયા અને તેઓ તે સંન્યાસીને લાકડીઓ, નેતરની સોટીઓ અને ચાબૂકો વડે મારવા લાગ્યા.
- ૩૮૦ ૦