________________
તેમ છતાં તેમણે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રીના અધિકારને પણ માન્ય કર્યો છે. બૌદ્ધ વર્તુળોમાં એમ માનવામાં આવતું હતું કે બે આંગળની બુદ્ધિ ધરાવતી સ્ત્રી એટલી ઊંચાઈએ પહોંચી શકે અને એવાં સત્યોને તેણી પારખી શકે નહિ કે જેને માટે પુરુષ શક્તિમાન છે. જો કે મહાવીર એમ માનતા હતા કે સ્ત્રી ધાર્મિક બાબતોમાં પુરુષ હોય છે એવી જ ભૂમિકા ઉપર ઊભી રહી શકે છે, જો તેઓ પુરુષો અને સ્ત્રીઓના સંપર્કોમાંથી ઉદ્ભવતી - કમનસીબ ઘટનાઓને રોકવા માટે પૂરતી કાળજી લે.
મહાવીરે ગોસાલા અને ગૌતમની વચ્ચે રહે એવા એક સોનેરી સાધનને પસંદગી આપી. ઉપરોક્ત બંને પૈકી એક અત્યંત નરમ-સૌમ્ય હતા
જ્યારે બીજા અત્યંત કડક હતા. મહાવીર તેમની તરફના વલણમાં ઉદાર હતા, પરંતુ જ્યાં સુધી વર્તનને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ અત્યંત મક્કમ અને શુદ્ધ દાનતવાળા હતા.
જ્યારે ઈન્દ્ર અને અન્ય દેવોએ તેમના સંસારત્યાગ વખતના સમયે તેમની ઉપર સર્વશ્રેષ્ઠ સુગંધી દ્રવ્યોનો છંટકાવ કર્યો ત્યારે તેઓ જિજ્ઞાસુ સ્ત્રીઓના સમુદાયથી વિચલિત થયા ન હતા, પરંતુ તેમણે તે સમતાપૂર્વક – સમતોલપણે સહન કર્યું હતું.
જ્ઞાતિ
બ્રાહ્મણધર્મના પ્રારંભના સમયમાં લગભગ બહુમતી લોકો કેટલાક વિશેષાધિકારવાળા વર્ગોના શ્રેષ્ઠત્વમાં માનતા હતા અને આ વિશેષાધિકારી વર્ગો પોતાની શ્રેષ્ઠતા વિશે અત્યંત ગર્વ ધરાવતા હતા અને ઉત્તેજિત રહેતા હતા, તેઓ જેમને નીચી જાતિના હોવાનું ગણતા હતા તેમની તરફ અત્યંત ઘાતકી વર્તન કરતાં પણ અતકાતા નહિ. બ્રાહ્મણોનો અબ્રાહ્મણો તરફનું અને ખાસ કરીને નીચી જાતિઓનાં મનુષ્યો તેમજ વિરોધી ધર્મપંથોના સંન્યાસીઓ તરફનું તિરસ્કારયુક્ત વલણ એ તે સમયની સમાજવ્યવસ્થા બની ગઈ હતી. જન્મ (ઉચ્ચજ્ઞાતીમાં) ના ગર્વથી ઉત્તેજિત થઈને, જ્યારે કોઈ પ્રસંગ ઊભો થાય ત્યારે તેઓ તેમને અત્યંત તોછડી ભાષામાં સંબોધતા અને જો પ્રસંગમાં જરૂરિયાત પેદા થાય તો તેઓ તેમને ફટકારવાની કક્ષાએ
પણ જતા.1
- ૩૦૮ ૨