________________
વિરોધાભાસ સામે હિંમત અને વિશ્વાસ હતો. આપણે જાણીએ છીએ કે ગૌતમ બુદ્ધ આનંદની પ્રજાપતિ ગૌતમી વતીની (કે જે તેમની પાલક માતા હતી) વારંવારની વિનંતીઓ બાદ પણ ઘણી આનાકાની સાથે સ્ત્રીઓને પ્રવેશ આપ્યો હતો. અને તે પણ એવી ભવિષ્યવાણી બાદ કે આવો પ્રવેશ ધર્મ પંથના અસ્તિત્વ માટે હાનિકારક બનશે. 2 “હે આનંદ ! જેમ એક ચોખાના ખેતરમાં કે જે તદન તંદુરસ્ત છે તેમાં ફૂગ નામે
ઓળખાતો રોગ આવે છે, ત્યારે ચોખાની તંદુરસ્તી લાંબા સમય સુધી ટકી શકતી નથી તેવી જ રીતે હે આનંદ ! જો ધર્મપંથમાં સ્ત્રીઓને પ્રવેશ આપવામાં આવશે તો ધર્મપંથે જગતને છોડી દેવું પડશે અને તે ગૃહવિહીન બની જશે. (અર્થાતુ ધર્મપંથ લાંબા સમય સુધી ટકી શકશે નહિ, કારણ કે પવિત્ર જીવન લાંબા સમય સુધી ટકી શકતું નથી. (સ્ત્રીઓના પ્રવેશથી). હે આનંદ ! જો ધર્મ પંથમાં અને તેની વ્યવસ્થા કે જે પૂર્ણ પુરુષે સ્થાપેલ છે તેમાં સ્ત્રીઓ તેમના ઘરોની બહાર ગૃહવિહીન સ્થિતિમાં જશે ત્યારે પવિત્ર જીવનનું સંરક્ષણ થશે જ એવું સમાજ સ્વીકારશે નહિ માન્ય રાખશે નહિ. હે આનંદ ! શુદ્ધ ધર્મપંથ, લાંબા સમય સુધી, હજાર વર્ષ સુધી ટકી રહેશે. પરંતુ હવે તે આનંદ! જ્યારે સ્ત્રીઓ ગૃહત્યાગ કરીને, ગૃહવિહીન સંપ્રદાયમાં પ્રવેશ પામી છે કે જે પૂર્ણ પુરુષે સ્થાપેલ છે ત્યારે આવા સંજોગોમાં તે આનંદ! પવિત્ર જીવન લાંબા સમય સુધી ટકી શકશે નહિ, તેથી તે આનંદ ! સત્યનો આ ધર્મપંથ પાંચસો વર્ષો સુધી જ સંરક્ષિત રહી શકશે અને ટકી શકશે.' Page-165 Oldenberg, Buddha. S.B.E. • 45 1. Lecture 22, Verse 33 to 49.2. Page : 116-17-118-119.
બ્રાહ્મણ ધર્મના વર્ચસ્વના આરંભના દિવસોમાં સ્ત્રીઓનું સ્થાન કંઈ વધારે સારું ન હતું. એમ કહેવામાં આવતું હતું કે યત્ર નાર્યસ્તુ પૂનયને રમત્તે તત્ર દેવતા: તેમ છતાં પણ વાસ્તવિક રીતે વ્યવહારમાં સ્ત્રીઓને સ્વાતંત્ર્ય માણવાની અનુમતિ આપવામાં આવતી ન હતી. “શિશુ અવસ્થામાં તેણીએ તેના પિતાની ઇચ્છાઓને તાબે થવું જોઈએ, યુવાનીમાં એવો પુરુષ કે જે તેના ગૃહસ્થ જીવનને દોરે છે (અર્થાત્ તેણીનો પતિ) તેને તાબે થવું જોઈએ અને જ્યારે તેનો પતિ અવસાન પામે ત્યારે તેણીએ તેના પુત્રની ઈચ્છાઓને તાબે થવું જોઈએ. આમ સ્ત્રીને સ્વતંત્રતા માણવાની અનુમતિ નથી.” આવું મનુએ કહ્યું છે.
મહાવીરે સ્ત્રીને અત્યંત ભયજનક પાશ-જાળ તરીકે ઓળખાવી છે,
- ૩૦ -