________________
વિનાની રહી છે.
ચંડકાસિયાની યાતના તો બિલકુલ વર્ણવી શકાય તેવી ક્રિયા છે. તે તદન શક્ય છે કે કોઈ સર્પ મહાવીરના માર્ગમાં આવ્યો હશે અને તેણે તેમને જીવનથી વંચિત કરવાનો પ્રયત્ન કર્યો હશે કે જેને મહાવીરના મૃદુ, મિષ્ટ છતાં માહિતી આપનારા ઉપદેશથી સત્ય સમજાયું હશે.
પરંતુ શુલપાણિ અને સંગામા માટે હું પોતે એમ માનવા માટે પ્રેરાયો છું કે આ પ્રકારની તે આદિવાસી પ્રદેશમાં તેમણે સહન કરેલી યાતનાઓનાં કેવળ કાવ્યમય અતિશયોક્તિભર્યાં વર્ણનો છે, કે જેનાથી તેમને તેમની જાતના લોકોથી વિચ્છેદિત કરીને અલગ કરીને) પવિત્ર, રહસ્યમય પાર્શ્વભૂમિમાં મૂક્યા (મૂકી શકાયા) છે.
આચારંગ, જે જૂનામાં જૂનો સૌથી વધુ વિશ્વસનીય સ્રોત છે તે આ બંનેનો ઉલ્લેખ કરતો નથી. અહીં તેની અનુલ્લેખ નોંધમાં છે. એ નોંધવું જોઈએ કે સુધાથા, કાટપૂતના અને ગોપની યાતનાઓ પણ આ વર્ણનોમાંથી બાકાત છે.
કારણ કે સુધાથા માટે તે કેવળ એક વરસાદી તોફાન અને વંટોળિયાનો કિસ્સો હોવો જોઈએ અને તે કોઈ દેવ (ની હાજરી) સિવાય પણ વર્ણવી શકાય છે. કાટપૂતનાની યાતના પણ આ જ પ્રમાણે વર્ણવી શકાય છે. શિયાળાની કોઈ રાત્રિએ, જ્યારે ભયંકર ઠંડી પડતી હશે ત્યારે કરા અને ધુમ્મસ મહાવીર પર એકદમ જ આવી પડ્યા હોવા જોઈએ.
પરંતુ ગોપની યાતના માટે હું એમ માનવા પ્રેરાયો છું કે તેમાં કેટલીક માત્રામાં અંશતઃ સત્ય હોવું જોઈએ, કારણ કે આવા જ પ્રસંગનો પરંતુ થોડીક અલગ પાર્શ્વભૂમિમાં ત્રણ વખત નિર્દેશ થયો છે. એ તદ્દન શક્ય છે કે એક જ પ્રકારનો બનાવ ત્રણ વખત બની શકે નહીં, પરંતુ એ બનવાજોગ છે કે મહાવીર સાથે તેમના પરિભ્રમણ દરમ્યાન કોઈ એક વખતે ગોપો પૈકીના એક દ્વારા અત્યંત બરછટ વર્તાવ કરવામાં આવ્યો હોય.
મહાવીરે તેમની સર્વજ્ઞતાની પ્રાપ્તિ પછીના દિવસોમાં તે વર્ણવ્યો હોવો જોઈએ અને તેથી તે અત્રે રજૂ કરવામાં આવેલ છે એવા સ્વરૂપમાં દશ્યમાન થયો હોય. જોકે એવું બનવાજોગ નથી કે ગોપે ખીલી આરપાર જાય તેમ માર્યા હોય અને તેમના છેડા એવી રીતે કાપી નાખ્યા હોય કે
- ૧૦૨ -