________________
પાછું મેળવ્યું અને તેનાથી સર્વે આનંદિત થઈ ગયા.' 15મી વર્ષાઋતુ ઃ 28મું વર્ષ :
મહાવીર મેંધિયામાં થોડોક સમય રહ્યા. મહાવીર મિથિલા ગયા અને મિથિલામાં વર્ષાઋતુ વ્યતીત કરી. વર્ષાઋતુ પૂર્ણ થયા પછી, મહાવીર પશ્ચિમ તરફ ગયા. જ્યારે મહાવીર પશ્ચિમ તરફ આગળ વધતા હતા ત્યારે ગૌતમ ઈન્દ્રભૂતિએ શ્રાવસ્તીમાં નિવાસ કર્યો હતો. જ્યારે ગૌતમ ઈન્દ્રભૂતિ તેમના શિષ્યો સાથે કૌષ્ટક દેવાલયમાં રહેતા હતા, ત્યારે કેશિકુમાર નામનો પાર્શ્વનો વિદ્વાન અનુયાયી ટિંડુકા વાટિકામાં રહેવા માટે આવ્યો હતો. 1 ભગવતી શતક lb 2 આ વખતે જમાલી ઘટના બની
શ્રાવસ્તીની ટિંડુકા વાટિકામાં ઈન્દ્રભૂતિ ગૌતમ અને કેશિકુમાર વચ્ચે સુંદર ચર્ચા થઈ. અત્રે મહાવીરના સાંપ્રદાયિક સિદ્ધાંતો અને પાર્શ્વના સાંપ્રદાયિક સિદ્ધાંતો વચ્ચેનો તફાવતો અંગે ચર્ચા થઈ અને અન્ય ઘણા સવાલોના ઉત્તરો આપવામાં આવ્યા. જેમણે તેમાં હાજરી આપી તે સર્વેના કલ્યાણ માટે આ ચર્ચા સહાયભૂત બની. શિવનું ધર્મપરિવર્તન :
મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા અને શ્રાવસ્તીમાં થોડાક દિવસના રોકાણ પછી તેઓ પાંચાલ તરફ આગળ વધ્યા. પાંચાલથી તેઓ આહિકચત્ર આવ્યા અને ત્યાંથી કુરુ અને છેવટે હસ્તિનાપુર પહોંચ્યા અને ત્યાં સહસ્ત્રરાવન વાટિકામાં રહ્યા. શિવ હસ્તિનાપુરનો રાજા હતો. તે સુખી અને સંતોષી હતો. એક વાર તે અર્ધરાત્રીએ જાગૃત થયો, તેની નિંદ્રામાં ખલેલ પેદા થઈ અને જ્યારે રાજ્યની ઘટનાઓ વિશે ચિંતા કરતાં કરતાં તત્કાલિન પરિસ્થિતિ અંગે વિચારમાં ગરકાવ થઈ ગયો. તેણે વિચાર કર્યો કે તેનું વર્તમાન ઐશ્વર્ય અને સુખ તેનાં ગતજન્મનાં સત્કર્મોને લીધે હતી અને (તેથી) તેણે ભવિષ્ય માટે પણ આવી જ કંઈક જોગવાઈ કરવી જોઈએ.
ભવિષ્ય માટે તે કરી શકે તેવી સર્વોત્તમ જોગવાઈ એ તેની રાજ્યગાદીને ત્યાગ કરીને તપ કરવાની છે કે જે તેના લ્યાણ માટે સહાયકારક બની શકશે.
બીજે દિવસે તેણે વહેલી પ્રભાતે નિંદ્રાનો ત્યાગ કર્યો, સગાંસંબંધીઓ
- ૧૬૨ -