________________
ઉપદેશો આપ્યા હતા.
વામ્સો કે વત્સોની રાજધાની અને અવંતિનું સામ્રાજ્ય :
વામ્સોના સામ્રાજ્યની રાજધાની કોશામ્બી હતી અને તે સમયે ત્યાં શતાનિક રાજા રાજ્ય કરતો હતો. જોકે તે બૌદ્ધ સાહિત્યમાં પરંતપ તરીકે રજૂ કરવામાં આવેલ છે. (J.P.T.R.S. 1888 - 4. 375 ઉદ્દેશક 7.10D.Vy.533)
વત્સોનો આ રાજા વૈશાલીના પરાક્રમી રાજા ચેતકની સાત પુત્રીઓ પૈકીની એકની સાથે પરણ્યો હતો. શતાનિકની પત્નીનું નામ મૃગાવતી હતું. તે અત્યંત સૌંદર્યમયી હતી.
આપણે આગળના મુદ્દા ઉપર જઈએ તે પહેલાં તેણીનું સૌંદર્ય અને સ્વરૂપ શી રીતે અવંતિના રાજા અને તેની (શતાનિકની) વચ્ચે નીપજેલા યુદ્ધનો આધાર બન્યું તે જોઈશું. આપણા માટે એ બાબતની
1 અત્રે એ યાદ કરવું યોગ્ય ગણાશે કે એટલીજ ઘમંડી લિચ્છવી જાતિએ રાજા બિંબિસારને તેમની પુત્રી શિષ્યેષ્ટા આપવાની કેવી રીતે ના પાડી હતી. અલબત્ત ભૂલથી બિંબિસારે તેણીને બદલે તેણીની નાની બહેનનું અપહરણ કર્યું હતું અને તેણીની સાથે લગ્ન કર્યું હતું.
(20 જોશમ્ની) આજના અલાહાબાદથી કોશમ્મીનગરી 20 ગાઉ અથવા 80 માઈલ દૂર હતી, જે વર્તમાન કોસામાના નામે ઓળખાય છે. આ સ્થળની મહાવીરની મુલાકાત અને પસેન્દ્રીની કાકી જ્યંતિનું ધર્મ પરિવર્તન. V.A. Smith J.R.A.S. 1909. P.P. 1066-68, સ્મિથ પોતે સાહેત માહેથ એ સ્થળના સ્થાન અંગે ચીની યાત્રીઓની નોંધો સાથે સંમત થતા નથી.
2
3
-
નોંધ લેવી આવશ્યક છે કે તે સમયે અવંતિના રાજ્યનો રાજા પરજ્યોત હતો, જેને તેના ક્રૂર સ્વભાવને કારણે એક વિશિષ્ટ નામ મળ્યું હતું અને તે ચંડપ્રદ્યોત તરીકે ઓળખાતો હતો.
એવી એક વાર્તા છે કે એકવાર એક ચિતારાને રાજા શતાનિકની સામે કોઈક કારણસર કંઈક ફરિયાદ હતી કે જેને લીધે તેણે તેની પત્નીની છબી અવંતિના રાજા પ્રદ્યોત છે પાસે રજૂ કરી. પ્રદ્યોતે તેણીનાં સૌંદર્યથી મોહિત થઈ ગયો અને તેણે શતાનિકને તેણીને પોતાની પાસે મોક્લવાનું કહ્યું અથવા તો તેના વિકલ્પે યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું.
~૨૦૦ ×