________________
આ અષ્ટમાર્ગીય પંથ છે, તે સુવર્ણમય સાધન છે, કે જે ચક્ષુઓને અજવાળે છે, આત્માને અજવાળે છે અને જે શાંતિ, જ્ઞાન, સર્વજ્ઞતા અને નિર્વાણ તરફ દોરી જાય છે.
અશાશ્વત અનિષ્ટો એ સંખારાઓ છે. તેઓનો ઉદ્દભવ પણ થાય છે અને નાશ પણ થાય છે. તેમનું અદશ્ય થવું એ સુખ છે. જે રીતે મહાન સમુદ્ર ચોમેર ફેલાયેલો હોવા છતાં તેમાં કેવળ એક જ સ્વાદ છે અને તે ખારાશનો સ્વાદ છે, એજ રીતે સંપ્રદાય અને તેના નિયમો સર્વત્ર વ્યાપેલા હોવા છતાં તેનો પણ એક જ સ્વાદ છે અને તે મોક્ષનો સ્વાદ છે. તેની તરફ દોરી જાય તે બધાના તેમણે ઉત્તરો આપ્યા છે, કારણ કે ધાર્મિક જીવન નિર્વાણમાં ડૂબેલું છે, તેનો અંત એ જ નિર્વાણ છે. જો તમે વધારે પૂછશો, તો તમે તમારા પ્રશ્નોને અત્યંત દૂર ધકેલી દેશો. બુદ્ધે તેની સમજ આપી નથી. બુદ્ધ ઘણી બધી વસ્તુઓ જાણે છે, પરંતુ તેમણે તે પૈકીની કેટલીક જ (P. 44) વર્ણવી છે કે જે મોક્ષને સહાયભૂત થતી હોય, પવિત્ર જીવનને સહાયભૂત થતી હોય, દુન્યવી બાબતોથી અલગ થવામાં સહાયભૂત થતી હોય, આકાંક્ષાઓના ઉચ્છેદન, વિરામ, શાંતિ, જ્ઞાન, મનને પ્રકાશમાન કરવામાં તેમજ નિર્વાણમાં સહાયભૂત થતી હોય.
એકવાર જ્યારે ઉન્નત પુરુષ સિનસાપા વનરાજિમાં આવેલા કોસામિનીમાં રહ્યા હતા અને ત્યારે ઉન્નત પુરુષે તેમના હાથમાં સિમસાપાનાં થોડાંક પાંદડાંઓ લઈને તેમના શિષ્યોને કહ્યું, “હે મારા શિષ્યો ! તમે શું વિચારો છો ? આ સિનતાપાનાં પાંદડાંઓ કે જેમને મેં મારા હાથમાં એકત્ર કર્યા છે તે વધારે છે કે સિનતાપા વનરાજિમાં તમે જેની નીચે બેઠા છો તે અન્ય પાંદડાંઓ વધારે છે?” “હે મુરબ્બીશ્રી ! જે થોડાં પાંદડાં કે જેને આપે આપના હાથમાં રાખેલાં છે તે વધારે નથી, પરંતુ પણે સિનસાપા વનરાજિમાં રહેલાં પાંદડાંઓ ઘણાં વધારે છે.” તેજ રીતે તે મારા શિષ્યો ! હું જે શીખ્યો છું અને જે મેં તમને કહ્યું નથી તે મેં તમને જે કહ્યું છે તેના કરતાં ઘણું વધારે છે.
અને મારા શિષ્યો ! શા કારણથી તે મેં તમને કહ્યું નથી? કારણ કે હું મારા શિષ્યો ! તેનાથી તમને કોઈ ફાયદો નથી. તે તમને પવિત્રતા અંગે પ્રગતિ કરવામાં સહાયભૂત થતું નથી, કારણ કે તે તમને દુન્યવી