________________
“સાજશૃંગાર કરીને તૈયાર થયેલી સ્ત્રીઓ, પોતે ગમે એટલી મૂર્ખ હોય તો પણ હોંશિયારીપૂર્વક બહાનાં બનાવે છે અને તેઓ યુક્તિઓ યોજવાનું જાણે છે કે કેટલાક સંન્યાસીઓ કેવી રીતે તેમની સાથે ગાઢ સંબંધો ધરાવતા થાય.”
તેઓ વારંવાર તેમની પાસે બાજુમાં જ બેસી જાય છે, તેઓ હંમેશાં સુંદર વસ્ત્રો પરિધાન કરે છે, તેઓ તેમના દેહનો નીચલો ભાગ તેમને દેખાય એમ કરે છે, અને તેમના હાથ ઊંચા કરીને તેમનો બગલનો ભાગ દશ્યમાન થાય એમ કરે છે કે જેથી તેઓ તેણીની આસપાસ ભમ્યા કરે.
અને પ્રસંગોપાત નારી સુવિધાયુક્ત ખાટ કે શવ્યાની મદદથી તેમને લોભાવશે. સંન્યાસીને આમંત્રણ આપીને તેમજ તેનો વિશ્વાસ જીતીને તેઓ પોતાની જાત તેમને અર્પણ કરે છે. સૌમ્ય રીતે અને નમ્રતાથી તેમની બહુવિધ કળાઓ સહિત તેઓ તેમની પાસે જાય છે, તેમનું હૃદય જીતી લે છે અને મીઠાશપૂર્વક વાતચીત કરીને તેમજ ખાનગી સંવાદ દ્વારા પોતાને જે ગમતું હોય તે કરવા માટે તેમને પ્રેરે છે.” ક્યારેક આજીજીપૂર્વક આ પ્રમાણે બોલીને તેઓ સંન્યાસી પાસે માગણી કરે છે, “હે સંન્યાસી ! જો તમે મારી સાથે તમારી પત્નીની જેમ નહીં રહો તો, તેણી તેના કેશ તોડી નાખશે, પરંતુ તમે મારાથી અલગ રહો નહિ. હું મારું ભૂતકાળનું જીવન ત્યજી દઈશ અને હે માનનીય માલિક ! હું તમારી સાથે રહીને બરછટ જીવન જીવીશ. તમે મને ધર્મપંથનું જ્ઞાન આપો.”
જેવી રીતે મનુષ્ય શિકારને લલચાવવા માટેના ખાજ તરીકે એક માંસનો ટુકડો મૂકીને ભયરહિત પણ એકાકી સિંહને ફંદામાં ફસાવી દે છે તે જ રીતે સ્ત્રીઓ તે ગમે એટલો કાળજીવાળો હોય તો પણ એક સંન્યાસીને પોતાની પકડમાં લઈ લે છે.”
આ બધું કેવળ તેને ફંદામાં ફસાવવા માટે છે, તેને લલચાવવાફોસલાવવા માટે છે, પરંતુ એકવાર જ્યારે સંન્યાસી તેની પાછળ મોહાસક્ત થઈને નિયમને તોડે છે અને મનોવિકારને વશ થાય છે, ત્યારપછીથી તેણી તેને ઠપકો આપે છે, પોતાના પગ પછાડે છે અને તેના માથે ટકોરા મારે છે. આમ તેને પકડમાં લીધા પછી તેણી તેને સર્વ પ્રકારના ખોટા માર્ગે દોરી જાય છે. અને કહે છે, “મને વસ્ત્રો લાવી આપો, ખોરાક લાવો,
- ૨૦૧૨