________________
માટે આ બાબત પથ્યકર છે. સંન્યાસીઓ પૈકીના કોઈ એકને ગુલામ કન્યાનો અત્યંત માઠો અનુભવ થયો હતો, તે તેણીને માદા દાનવ તરીકે ઓળખાવવાની હદે જાય છે કે જેના વક્ષઃ સ્થળ ઉપર માંસના બે પિંડા છે અને જેઓ સતત પોતાના મનને બદલ્યા કરે છે, જે પુરુષોને લલચાવે છે અને તેમને ગુલામોની સ્થિતિમાં મૂકી દેવામાં મોજ અનુભવે છે. “એક સંન્યાસીએ આ સઘળી બાબતોને તે માયાજાળ છે એમ ગણીને તેના સંન્યસ્ત જીવનમાં પગ મૂકવો જોઈએ.”
કોઈ એક સંન્યાસીએ વિકસાવવાનું આ વલણ છે. માનસિક વલણની સાથે પણ સંન્યાસીએ નારી સાથે સંપર્ક ન રાખવો તે સલાહભરેલું છે. તેણે તેનાથી હંમેશાં સલામત અંતર રાખવું જોઈએ.
વાળંદની દુકાનોમાં કે ગૃહોમાં, બે ગૃહોને અલગ કરતા મેદાન ઉપર, અથવા તો રાજ માર્ગ ઉપર સંન્યાસીએ નારીની સાથે એક્લા ઊભા રહેવું જોઈએ નહિ, કે આવાં સ્થળોએ તેણીની સાથે વાતચીત કરવી જોઈએ નહિ.
આદરણીય સીતાપરાએ બ્રહ્મચર્ય સાધવા માટે દસ શરતો જાહેર કરી છે જેનું શ્રવણ કરવાથી અને જેમને સમજવાથી સંન્યાસીઓ સંવરની સ્વશિસ્તની ઊંચી માત્રા સુધી પહોંચવા માટે શક્તિમાન બની શકશે. તેઓ અત્યંત સુરક્ષિત બનશે. તેમની ઈન્દ્રિયોની રખેવાળી કરી શકશે. તેમના બ્રહ્મચર્યનું સંરક્ષણ કરી શકશે અને તેમનાં ધાર્મિક કર્તવ્યો બજાવવામાં તેઓ ક્યારેય બેપરવા બનશે નહિ. બ્રહ્મચર્યનું સંરક્ષણ કરવા માટેની દસ શરતો આ પ્રમાણે છે.? (1) એક નિગ્રંથે ઊંઘવા કે આરામ કરવા માટે વિવિધ સ્થળોનો ઉપયોગ
કરવો જોઈએ, પરંતુ નિગ્રંથે જ્યાં સ્ત્રીઓ, પાલતુ પ્રાણીઓ જંગલી પ્રાણીઓની વારંવાર અવરજવર થતી હોય એવાં સ્થળોનો ઉપયોગ
કરવો જોઈએ નહિ. (2) નિગ્રંથે સ્ત્રીઓ સાથે બેસવું જોઈએ નહિ. (8) નિર્ગથે સ્ત્રીઓ સાથે એક જ બેઠક ઉપર પણ બેસવું જોઈએ નહિ. (4) નિર્ગથે સ્ત્રીઓ સામે જોવું જોઈએ નહિ અથવા તેણે સ્ત્રીઓની
મોહકતા અને સૌંદર્યને તાકી તાકીને જોવું જોઈએ નહિ. (5) નિJથે પડદા કે જાળી કે દીવાલની પાછળથી સ્ત્રીઓની બૂમો, ચીસો,
- ૨૦૪ -