________________
તેને એક કન્યાના કેશની લટો કોમળતાથી બાંધી લે છે, મુદ્દાની વાત એ છે કે પુરુષને નારી પ્રત્યે કુદરતી રીતે લગાવ હોવો જોઈએ.
જ્યારે ગૌતમ બુદ્ધની સામે તેમના પ્રિય શિષ્ય આનંદ દ્વારા આવો જ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તદનુસાર પુરુષે નારીઓની સામે કઈ રીતનું વર્તન કરવું જોઈએ ? ત્યારે તેમણે આનંદને કહ્યું કે તેમની સામે એકીટસે તાકીને જોવાની ક્રિયાથી દૂર રહેવું જોઈએ. આનાથી આનંદને સંતોષ થયો નહિ અને તેથી તેણે આગળ પ્રશ્ન કર્યો કે, ‘હે ગુરુજી ! જો આપણે તેમની તરફ એ રીતે જોઈએ તો પછી આપણે શું કરવું જોઈએ ? ” પવિત્ર પુરુષે ઉત્તર વાળ્યો કે, ‘‘તેમની સાથે બોલવું જોઈએ નહિ.’’ આનંદ અત્યંત વાસ્તવવાદી હતો તેથી તેણે ફરી એકવાર પૂછ્યું, ‘‘હે ગુરુજી ! પરંતુ આપણે તેમની સાથે બોલી ગયા, તો પછી શું ?'' ગુરુજીએ ઉત્તર આપ્યો કે, ‘‘તો પછી હે આનંદ ! તારે તારી જાત ઉપર સતત ચોકી રાખવી જોઈએ.’2
,,
જેવી રીતે રોહિતા નામનું મત્સ્ય નબળી જાતને કાપીને તેમાંથી બહાર નીકળી જાય છે, એ જ રીતે દૃષ્ટાંતરૂપ ચારિત્ર્ય ધરાવનાર સંન્યાસીએ નારીની કાવતરાયુક્ત યુક્તિ-પ્રયુક્તિમાંથી પાર ઊતરી જવું જોઈએ.8
પરંતુ આવું શી રીતે થઈ શકે ? તેમ કરવા માટેનો માર્ગ કયો ? તે દેખાય છે એટલું સહેલું નથી, કારણ કે જેમ નર્કની વૈતરણી નામની નદી પાર કરવી અત્યંત મુશ્કેલ કાર્ય છે, એ જ રીતે આ સૃષ્ટિમાં અણસમજુ પુરુષ માટે નારી છે.4 પરંતુ જો તે કેવળ એટલું સહેલું નથી, તો તે અશક્ય પણ નથી. તેથી તેની પર અસર કરવા માટે પ્રથમ તો પાખંડો અંગે સ્પષ્ટ થઈ જવું જોઈએ, બીજું નારીઓની કાવતરાયુક્ત કરામતો અને યુક્તિપ્રયુક્તિઓથી વાકેફ થઈ જવું જોઈએ અને ત્રીજું (સંપ્રદાયની આજ્ઞા અનુસારના) રીતભાતના નિયમોને અનુસરવું જોઈએ.
પાખંડો એ શું છે ? એવા કેટલાક પાખંડી ધર્મોપદેશકો હતા, જેઓ માનતા હતા કે નૈતિકતા અંગેના નિયમો અત્યંત આકરા હોવા જોઈએ નહિ, અને જે પુરુષો શીતળ જળનો ઉપયોગ કરે છે અનાજના દાણાનું ભક્ષણ કરે છે, તેમને માટે જ તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ સ્વીકારે છે, અને સ્ત્રીઓ સાથે સંભોગ કરે છે તેઓ કોઈ પાપ કરતા નથી. ‘‘આવા પુરુષો અજ્ઞાન છે કે જેઓ સ્ત્રીઓના ગુલામ છે અને જૈન ધર્મના નિયમોના
~ ૩૬૯ ×