________________
છે એમ તેણે માનવું જોઈએ. પરંતુ તેને માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેણે જાણવું જોઈએ કે અશ્રવોનો સંગ્રહ સંવારાથી અસર પામે છે અર્થાત જાગરૂકતા-સાવધાની-થી અસર પામે છે અને કર્મણ્યનું સદંતર ઉચ્છેદન મોક્ષ તરફ દોરી જાય છે.
સંન્યાસીએ કરેલા કર્મણ્યના સદંતર ઉચ્છેદન દ્વારા અંતિમ મોક્ષની પ્રાપ્તિનું ચોક્કસ જ્ઞાન મેળવ્યા પછી તેને માટે કરવાની બીજી મહત્ત્વની બાબત એ તેની (મોક્ષની પ્રાપ્તિ) પર સાચી રીતભાત અને યોગ્ય વર્તન દ્વારા અસર પહોંચાડવાનું છે અને સમિતિઓ અને ગુટ્ટીઓ દ્વારા અશ્રવોના પ્રવાહને ખાળવાનું છે. જૈન ધર્મપંથ અધિકારપૂર્વક શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ તે અંગેની ઘણી બાબતોનો આદેશ આપે છે જે અંગે આપણે હવે પછીથી ચર્ચા કરીશું. આ તબક્કે એટલું કહેવું પર્યાપ્ત થઈ પડશે કે વર્તનના આ નિયમોને કારણે એક સંન્યાસી આ જન્મમાં જ અનિષ્ટ કર્મો કરવા પ્રત્યેથી દૂર રહે છે, પરંતુ ભૂતકાળના જન્મનાં કર્મોની અસરને ધોઈ નાખવા માટે તેણે તપશ્ચર્યા કરવી જોઈએ.
આમ એક સંન્યાસી પોતાની જાતને (ઉપરોક્ત કાર્યો માટે) ઉપયોગમાં લે છે, પોતાની જાતનું સંરક્ષણ કરે છે, પોતાની જાતને બચાવે છે અને તેના આત્માના હિત અને કલ્યાણ દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરે છે અને સકળ દુઃખો-પીડાઓ-યાતનાઓનો અંત આણે છે.
Samitis and Guttis. Refer Page no...... 302 1. Book-1, Lecture-9, P. 802.
નારીખો : મહિલાઓ અતિ પ્રાચીન કાળથી જે સમસ્યા સર્વાધિકપણે મૂંઝવતી હતી, તે સમસ્યા છે, “નારીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ?” જેવી રીતે ગુંદરમાં માખી ચોંટી જાય છે એવી રીતે પુરુષ સ્ત્રીના વશીકરણમાં કેદ થઈ જાય છે. પુરુષ કે જે સ્વતંત્રતા ઈચ્છે છે, જે સંસારથી ભયભીત થયેલો છે અને જે ધર્મના નિયમ અનુસારનું જીવન જીવે છે તેને માટે નારી કે જે અજ્ઞાનીના મનને આનંદ આપે છે તેનાથી વધારે મુશ્કેલીઓ લાવનાર આ સૃષ્ટિમાં અન્ય કશું જ નથી. આત્મા કે જે લોહની સાંકળોથી બાંધી શકાતો નથી
~ ૩૬૮૦