________________
આ કોઈ સત્યનો અંત લાવવાનો માર્ગ નથી, આ કોઈ મૃત્યુનો અંત લાવવાનો માર્ગ નથી, અને સંસારના અંત સુધી પહોંચવાનો અને જન્મજન્માંતરના ચક્રનો અંત લાવવાનો માર્ગ પણ નથી.”
“જે રીતે એક નિગ્રંથ આનંદદાયક અને દુઃખદાયક લાગણીઓ પ્રત્યે અસામાન્ય છે, તે જ રીતે તે કામવાસનાથી મુક્ત હોવો જોઈએ, સંવેગોની સામે સ્વસ્થ હોવો જોઈએ, પ્રત્યેક સ્વરૂપની આસક્તિઓથી પરાજિત ન થવો જોઈએ, પ્રત્યેક બાબતને તેના સાચા સંદર્ભમાં અને સાપેક્ષ સંબંધમાં જાણી અને જોઈ શકવો જોઈએ. તે અશ્રવીવિહીન હોવો જોઈએ, તેણે પાપમય કર્મો કરવાં જોઈએ નહિ, અને અન્ય કોઈ તેમ કરતા હોય તો તેમાં તેણે પોતાની સંમતિ આપવી જોઈએ નહિ.”
“પરંતુ આ શી રીતે પ્રાપ્ત થઈ શકે? જૈન સંપ્રદાય આ માટે ત્રણ રત્નોનો નિર્દેશ કરે છે - દર્શન, જ્ઞાન અને ચારિત્ર.”
ધર્મ સંપ્રદાયના સંરક્ષણાત્મક ગુણમાં શ્રદ્ધા કે જેનો તે સંપ્રદાયના પ્રવર્તક ગુરુએ ઉપદેશ આપ્યો છે તે અત્યંત મહત્ત્વની બાબતોમાંની એક છે. એ શ્રદ્ધા જ છે કે જે મનુષ્યને ઈચ્છાશક્તિ વડે સજ્જ કરે છે. શ્રદ્ધાથી વંચિત રહીને કોઈ વ્યક્તિ ગુણવત્તાયુક્ત વર્તન વિકસાવવા માટે શક્તિમાન બની શક્તો નથી અને ગુણવત્તાયુક્ત વર્તન સિવાય મોક્ષ પ્રાપ્ત કરવો એ અશક્ય છે. શ્રદ્ધાને લીધે ભક્તિભાવ ઉદ્ભવે છે અને યથાયોગ્ય સમયે આ ભક્તિભાવ મનુષ્યને કાવતરાયુક્ત અને પાખંડી મતોને પોતાનાથી દૂર રાખવા માટે શક્તિમાન બનાવે છે. વ્યક્તિએ સત્યને જાણવું જોઈએ અને સત્યનો પ્રયોગ કરવો જોઈએ. તેણે નકામી શોધખોળો અને કૂથલીઓને પ્રોત્સાહન આપવું જોઈએ નહિ. સંન્યાસીઓએ વિવાદાસ્પદ - તકરારી - બાબતો - પ્રત્યે તિરસ્કૃત દૃષ્ટિથી જોવું જોઈએ.
પવિત્ર ઘર્મગ્રંથો અનુસાર શ્રદ્ધાનું સર્વોત્તમ સ્વરૂપ નીચેના આઠ મુદ્દાઓ પર આધાર રાખે છે : (1) ધર્મમત અંગેની સત્યતા વિશે વ્યક્તિને શંકાઓ હોતી નથી. (2) પાખંડી માન્યતાઓ-મતો માટે વ્યક્તિને પક્ષપાત ન હોવો જોઈએ. (૩) તેના ધર્મ પંથના) સંરક્ષણાત્મક લક્ષણો અંગે વ્યક્તિને શંકા
હોતી નથી.