________________
નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. હે મહાન રાજા ! મારાં માતુશ્રી પોતાના પુત્ર પ્રત્યેના સંતાપને કારણે અત્યંત દુઃખી થયાં, પરંતુ તેઓ પણ મારી પીડાઓમાંથી મને મુક્તિ અપાવી શક્યાં નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. હે મહાન રાજા ! મારા પોતાના વડીલ અને અનુજ એવા બંધુઓ પણ મને મારી પીડાઓમાંથી મુક્ત કરી શક્યા નહિ, તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. હે મહાન રાજા ! મારી પોતાની અગ્રજ અને અનુજ એવી ભગિનીઓ પણ મને મારી પીડાઓમાંથી મુક્તિ અપાવી શકી નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું.'
‘હે મહાન રાજા ! મારી પ્રેમાળ અને એકનિષ્ઠ-વફાદાર-પત્નીએ તેના નયનોના અશ્રુજળ વડે મારા વક્ષઃસ્થળને ભીંજવી નાખ્યું. બિચારી અબળાએ અન્નનો ત્યાગ કર્યો, જળનો ત્યાગ કર્યો, સુગંધી દ્રવ્યો, પુષ્પોના ગજરા અને તેલમર્દન સહિત સ્નાનનો મારી જાણમાં કે જાણ બહાર ત્યાગ કર્યાં. કે મહાન રાજા ! તેણીએ ક્ષણભર પણ મારો સાથ છોડ્યો નહિ, પરંતુ તેણી પણ મને મારી પીડાઓમાંથી મુક્તિ અપાવી શકી નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું.”
પછી મેં કહ્યું, ‘‘જન્મજન્માંતરના અંતવિહીન ચક્રમાં ફરી ફરીને પીડા સહન કરવાનું અત્યંત કઠિન છે. જો હું એકવાર આ મહાન પીડાઓમાંથી મુક્તિ મેળવી શકીશ તો હું ગૃહવિહીન સંન્યાસી બની જઈશ (અર્થાત્ ગૃહત્યાગ કરીશ). તેમજ શાંત અને નિયંત્રિત જીવન જીવીને અનિષ્ટ કર્મોથી દૂર રહીશ. મેં જ્યારે આ પ્રમાણે નિશ્ચય કર્યો ત્યારે મને ગાઢનિદ્રા આવી ગઈ. હે મહાન રાજા ! અને તે રાત્રિ પછી મા૨ી સઘળી પીડાઓ દૂર થઈ ગઈ.”
‘ત્યાર પછી બીજા દિવસના પ્રભાતે મેં મારાં સગાસંબંધીઓનો ત્યાગ કર્યો અને ગૃહવિહીન, શાંત-સ્વસ્થ, નિયંત્રિત વૃત્તિઓવાળો અને અનિષ્ટ કર્મોથી દૂર એવો સંન્યાસી બની ગયો. અને આ રીતે હું મારો પોતાનો અને તદુપરાંત અન્ય ચલ અને અચલ એવાં સજીવ પ્રાણીઓનો પણ રક્ષક બની ગયો.”
‘‘પરંતુ આ કોઈ સઘળી પીડાઓનો અંત લાવવાનો માર્ગ નથી,
-
૩૬૫ ~