________________
આનંદ આપતો હતો.
આ જ રીતે જે લોકો ધર્મપંથમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેને સમજવામાં) અપૂરતી મહેનત કરે છે, ધર્મપંથમાં બચાવ કરવા જેવાં લક્ષણો અંગે વાદવિવાદ કરવામાં આનંદ લે છે, નકામી ચર્ચાઓ અને કેવળ પોતાના જ દષ્ટિબિંદુ અંગે ખાતરીપૂર્વક રજૂઆત કરીને તેઓ લહયુક્ત જીવન જીવે છે. અને અંતે હતાશાપૂર્વક મૃત્યુ પામે છે.
અને જેઓ એમ જાણે છે કે સૃષ્ટિમાં માનવજાતને જન્મજન્માંતરના ચક્રરૂપી મહાસાગરને પાર કરવામાં મદદ કરવા માટે કેવળ ધર્મપંથના નિયમો જ ઉપયોગી છે અને અન્ય કશું જ નહિ, તેઓ આ જ જીવનમાં એવા અંત સુધી પહોંચી જાય છે કે જેને માટે કુલિન યુવાન મનુષ્યો ગૃહસ્થજીવનનો ત્યાગ કરે છે અને ગૃહવિહીન જીવન જીવે છે.
આ યાદીમાં હવે પછી “જ્ઞાન”નો વારો આવે છે. જ્ઞાન પાંચ પ્રકારનાં હોય છે :
(1) સૂત્ર - પવિત્ર ધર્મગ્રંથો દ્વારા તારવણીથી મેળવેલું જ્ઞાન (2) અભિનીબોધિકા – પ્રત્યક્ષીકૃત જ્ઞાન (8) અવધિ - દૈવી – અલૌકિક - જ્ઞાન (4) માનહપર્યાય – અન્ય લોકોના વિચારોનું જ્ઞાન (5) કેવળ - સર્વોચ્ચ અમર્યાદિત જ્ઞાન.
પ્રશ્ન એ ઊભો થાય છે કે એક સંન્યાસીએ મોક્ષ પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખતાં પહેલાં તેની પાસે શું જાણવાની આશા રાખવી જોઈએ. તેણે નવ મૂળભૂત સત્યો જાણવાં જોઈએ, કે જે પવિત્ર ધર્મગ્રંથોમાં ગણીને કહેવામાં આવ્યાં છે. Lecture XXVIII, P. 157. Uttaradhyayan Sutra P. 154, Dec. XXVIII Verse. 14.
(શ્રેણિક અને સંન્યાસીના સંવાદનું અનુસંધાન)
હે શ્રેણિક ! મગધના શાસક ! તમે પોતે પણ રક્ષકવિહીન છો, અને જેમ તમે રસકવિહીન છો તો તમે અન્યનું રક્ષણ કેવી રીતે કરી શકશો?” - જ્યારે સંન્યાસીએ આ અદ્દભૂત વાણીથી સંબોધન કર્યું ત્યારે રાજા
- ૩૬૩ ~