________________
જ નથી. હું કોઈ મિત્રોને જાણતો નથી કે અન્ય કોઈને મારી પ્રત્યે સહાનુભૂતિ નથી.' ત્યારે મગધનો શાસનકર્તા રાજા શ્રેણિક -હસ્યો, ‘‘સાધનામાં પૂર્ણતા પ્રાપ્ત કરેલા એવા આપના માટે કોઈ રક્ષક નથી એવું શી રીતે કહી શકાય ?’
‘હું એક ધાર્મિક પુરુષ તરીકે આપનો રક્ષક છું, હે સંન્યાસી ! આપ આપના મિત્રો અને સગાસંબંધીઓ સાથે આનંદ માણો, કારણ કે મનુષ્ય જન્મ પામવો એ એક વિરલ તક છે.'
મનુષ્યને સામા કિનારે દોરી જાય છે તે શ્રદ્ધા છે. જ્ઞાતાધર્મ કથા એ એક એવો ગ્રંથ છે કે જે ઘણી રસપ્રદ વાર્તાઓની મદદથી ધર્મપંથના કેટલાક કઠિન-ગૂંચવણ ભરેલા સઘળાં મુદ્દાઓ સદૃષ્ટાંત સમજાવે છે અને ખુલાસાબંધ- રીતે સ્પષ્ટ કરે છે અને તે આ વાર્તાનો નિમ્નલિખિત રીતે સંદર્ભ આપે છે. ચમ્પામાં એક સમયે બે મિત્રો રહેતા હતા. એકનું નામ જિનદત્ત અને બીજાનું નામ સાગરદત્ત હતું. જિનદત્તને એક પુત્ર હતો અને સારંગદત્તને પણ એક પુત્ર હતો, અને આ બંને પુત્રો પણ એકબીજાના મિત્રો હતા, કારણ કે જન્મ સમયથી જ તેઓ એકસાથે ઉછર્યા હતા. તેઓ એકબીજાને ચાહતા હતા અને તેઓ એકબીજાનું ભલુ ઇચ્છનારા હતા. એક વખત જ્યારે તેઓ બહાર એક વાટિકામાં ગયા હતા, જે નગરની બિલકુલ સમીપમાં જ હતી ત્યારે તેમણે તેમના પગલાંના ભારે અવાજને સાંભળીને એક ઢેલને દૂર દોડી જતી જોઈ. તેમણે ત્યાં તે ઢેલે મૂકેલાં બે અતિ સુંદર ઈંડાં જોયાં. તેમણે વિચાર્યું કે, જો તેઓ આ ઈંડાં તેમની સાથે લઈ જશે તો તેમને થોડાક જ સમય પછી બે સુંદર મયૂરો સાથે રમવા મળશે. બંને મિત્રો ઈંડાંને પોતાની સાથે લઈ ગયા અને ઉત્તમ મરઘીઓ પાસે તે ઈંડાંનું સેવન કરાવ્યું.
તેમાંના એક એટલે કે સાગરદત્તના પુત્રને શંકા હતી કે ઈંડાં બરાબર રીતે સેવાય છે કે નહિ, અને તેથી તે ઈંડાંને અવારનવાર ફેરવ્યા કરતો હતો, અને આમ કરીને તેણે ઈંડાંને નિર્જીવ બનાવી દીધાં. બીજી બાજુ જિનદત્તના પુત્રને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ઈંડાં સેવાશે. તેથી તે ઈંડાંને ફેરવતો નહિ કે તેમને સ્પર્શ પણ કરતો નહિ, પરિણામે તે એક સુંદર મોરની માલિકી ધરાવતો થયો, અને તે મોર ઘરના ચોકમાં નૃત્ય કરીને તેના માલિકને
~ ૩૬૨