________________
અત્યંત વિચલિત થઈ ગયો અને નવાઈ પામ્યો તેમજ આશ્ચર્યથી દિગમૂઢ થઈ ગયો. (તેણે પ્રત્યુત્તર આપ્યો).
“મારે અશ્વો, હસ્તિઓ, પ્રજાજનો, નગરો અને રાણીવાસ છે, તાકાત અને સત્તા છે તેમજ સર્વ પ્રકારના) માનવીય આનંદપ્રમોદ હું માણું .
આવી ઉત્તમ સાધનસામગ્રીની માલિકી કે જે તેના માલિકને સર્વ પ્રકારના આનંદપ્રમોદ માણવાની સુવિધા પૂરી પાડે છે, તે રક્ષણવિહીન શી રીતે હોઈ શકે? માનનીય મુરબ્બીશ્રી આપ અસત્ય ભાષણ કરો છો.”
“હે રાજન ! આપ “રક્ષણવિહીન' એ શબ્દનો ઉદ્દભવ અને અર્થ જાણતા નથી. તે મનુષ્યોના શાસનકર્તા ! કોઈ વ્યક્તિ “રક્ષણવિહીન' અને રક્ષણસહિત’ શી રીતે હોય એ પણ આપ જાણતા નથી.”
હે મહાન રાજા ! મૂંઝવણરહિત મન સાથે મનુષ્યને તે “રક્ષણવિહીન છે એમ કઈ રીતે કહી શકાય? અને શા હેતુથી મેં આ બધું કહ્યું છે?”
“જેવી રીતે દેવોમાં ઈન્દ્ર છે એવી રીતે નગરોમાં કોસાંબી નામનું એક નગર છે. ત્યાં મારા પિતાશ્રી રહેતા હતા, જેઓ અઢળક દ્રવ્ય ધરાવતા હતા. હે મહાન રાજા ! મારી શિશુ અવસ્થામાં અત્યંત ખરાબ એવો આંખનો રોગ થયો હતો અને તે મનુષ્યોના શાસનકર્તા ! એને લીધે મારાં અંગોમાં ઉગ્ર બળબળતો જ્વર ભરાયો હતો.”
“મારાં ચક્ષુઓ જેમ એક ઘાતકી દુશ્મન દેહના પોલાણવાળા અવયવો જેવા કે પીઠ, હૃદય, અને મસ્તિષ્કમાં કોઈ અણીદાર હથિયાર ભોકે એ રીતે મને પીડા આપતાં હતાં. જેમ વિદ્યુતનો પ્રહાર થાય તેમ હું ઘોર દુઃખ અને અત્યંત ઊંડી પીડા અનુભવતો હતો. ત્યારબાદ મને મદદ કરવા માટે સર્વશ્રેષ્ઠ તબીબો આવ્યા. તેમણે તેમની તબીબી કળા તેમજ મંત્રશક્તિનો પ્રયોગ કર્યો કારણ કે તેઓ તેમના વિજ્ઞાનમાં નિષ્ણાત હતા અને મંત્રવિદ્યા તેમજ રોગના મૂળ વિશેનું તેમની પાસે ઉત્તમ જ્ઞાન હતું. ચતુર્માર્ગી વિજ્ઞાન અનુસાર તેમણે જે જ્ઞાન મેળવ્યું હતું તેની મદદથી તેમણે મને રોગમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ મને મારી યાતનાઓમાંથી મુક્તિ આપી શક્યા નહિ, અને તેથી જ હું કહું છું કે હું રક્ષણવિહીન છું. મારા માટે મારા પિતાશ્રીએ તેમની સઘળી સંપત્તિ ખર્ચી નાખી, પરંતુ તેથી કરીને પણ તેઓ મને મારી યાતનાઓમાંથી મુક્તિ અપાવી શક્યા
- ૩૬૪ ૦