________________
વિરોધીઓ છે, તેઓ આ પ્રમાણે દલીલ કરે છે, ‘‘ફોલ્લો અથવા તો ગૂમડાને દાબીને નીચોવી કાઢવાથી થોડાક સમય માટે દર્દનું શમન થાય છે અને તેનાથી કોઈ ભયજનક પરિણામો આવતાં નથી, એવું જ કંઈક સ્ત્રીઓના મોહને માણવાની બાબતમાં છે, એમાં શું પાપ હોઈ શકે ? જેમ પિંગા નામનું પક્ષી શાંત જળ પીએ છે એવું જ કંઈક સ્ત્રીના મોહને માણવાની બાબતમાં છે. તેમાં કોઈ પાપ શી રીતે હોઈ શકે ?”
1 Lec. XXXIII, P. 186. Yacobi Trans. V. 17. P. 166 Oldenberg - Birth.
2
3
P. 166, Uttaradhyayan Lec. XIVII Verse 34-85.
4
P. 270 B-1 Lec. 3. Ch. 1, Verse 16.
આવા લોકો કેવળ વર્તમાન વિશે જ વિચારે છે. તેઓ તેમના નાકથી આગળ જોઈ શકતા નથી અને ટૂંક સમય માટેના ક્ષણિક આનંદ માટે તેઓ ભવિષ્યમાં ચિરકાળ સુધી દુઃખ ભોગવે છે. આવા લોકો પ્રેમમાં આંધળા બની જાય છે અને તેમની પાસે સાચો અભિપ્રાય હોતો નથી. એક સંન્યાસી અથવા એક સામાન્ય માણસ કે જેને સ્ત્રી માટે વૃત્તિજન્ય રૂચિ છે, તે આવા જૂઠા પાખંડીઓના ખોટા તર્કમાંથી ટેકો મેળવે છે, સ્ત્રીઓ સાથેનાં સંબંધો વિકસાવે છે અને છેવટે બરબાદ થઈ જાય છે. સ્ત્રીના સકંજામાંથી છૂટકારો મેળવવાની ઇચ્છા ધરાવતા સંન્યાસીએ સૌ પ્રથમ તો આવા લોભામણા પાખંડોથી દૂર રહેવું જોઈએ.1
S.B.E. 45 Jacob.
Book-2, Lec. VI, P. 411. Gosala.
1.
2. Book-1, Lec. 4, P. 270.
પરંતુ સ્ત્રીઓની યુક્તિ-પ્રયુક્તિઓ-કરામતો-થી દૂર ભાગવાનો સાચો માર્ગ એ તેમને ઓળખવાનો છે. આવા કિસ્સાઓમાં અજ્ઞાનમાંથી પેદા થતી નિર્દોષતા એ સારી બાબત નથી. અજ્ઞાની પુરુષ સહેલાઈથી સ્ત્રીઓની કરામતોથી છેતરાઈ જાય છે અને નિર્દોષ પુરુષ એક યા બીજા સમયે છેતરાઈ જવાની શક્યતા ધરાવે છે. સ્ત્રીઓની આ યુક્તિ-પ્રયુક્તિઓનું વિગતવાર વર્ણન કર્યું છે. સૂત્રકૃતંગા કે જે આ ગ્રંથો પૈકીનો અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે, તેણે યુવાન સંન્યાસીની કિલ્લેબંધી કરવા માટે તેમજ તેઓ દૃઢપણે સાચા માર્ગે ચાલી શકે તે માટે નીચે મુજબ વર્ણન કર્યું છે.
~360 ~