________________
(4) સાચી માન્યતામાંથી વ્યક્તિએ વિચલિત થવું જોઈએ નહિ. (કારણ
કે પાખંડી સંપ્રદાયો ધમધોકાર ચાલે છે.) વ્યક્તિ ઘાર્મિકવૃત્તિઓની પ્રશંસા કરે છે. વ્યક્તિ ધર્મ સંપ્રદાયના નબળી સ્થિતિવાળા બંધુઓને પ્રોત્સાહિત કરે છે. વ્યક્તિ ધર્મપંથના નિયમોના જ્ઞાતાઓને આશ્રય આપે છે અને તેમને
ચાહે છે. (8) વ્યક્તિએ તેને (ધર્મ પંથને) ઉન્નત બનાવવા માટે સતત પ્રયત્ન કરવો
જોઈએ. (1) જીવ = આત્મા (2) અજીવ = નિર્જીવ - અચેતન - વસ્તુઓ (૩) બંધ = આત્માનું કર્મો સાથેનું બંધન (4) પુણ્ય = સગુણ – પાત્રતા (6) પાપ = દુર્ગણ – અપાત્રતા (6) આશ્રવ = આત્મા ઉપર પાપની અસર જેના કારણે થાય છે
(7) સંવર = જાગરૂકતા દ્વારા અશ્રવને પ્રતિબંધિત કરવું (8) કર્મણા (દુષ્ક)નો સંદતર નાશ (9) અંતિમ મોક્ષ.
સંન્યાસીએ એ જાણવું જોઈએ કે સજીવ વસ્તુઓના છ વર્ગો છે. (જવા કે - પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, ઘાસ, વૃક્ષો અને અન્ન, ઈંડાંને જન્મ આપનાર પ્રાણીઓ, બચ્ચાંને જન્મ આપનાર બે પ્રકારનાં પ્રાણીઓ જેવાં કે જળમાં વચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ અને કાદવ-કીચડ અને છોડવાઓમાં બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓ). તેણે તેમની સાથે, મન, વચન અને કર્મથી નાજુકાઈથી વર્તવું જોઈએ. તેણે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા અથવા અયોગ્ય ઇચ્છાઓ દ્વારા તેમને કોઈ હાનિ પહોંચે એમ કરવું જોઈએ નહિ.
આત્માના અસ્તિત્વમાં તેણે માનવું જોઈએ. તેણે જાણવું જોઈએ કે સારાં અને નરસાં કર્મો દ્વારા અર્થાત્ પુણ્ય અને પાપ દ્વારા આશ્રવ આત્મા ઉપર અસર પેદા કરવા માટે કારણભૂત બને છે. આત્મા કર્મયથી બંધાયેલો
- ૩૦