________________
આ દૃષ્ટાંત પરથી મનુષ્યને ભાન થવું જોઈએ કે આનંદપ્રમોદ અને મોજમજા કોઈને બચાવવા કે મદદરૂપ થવા માટે શક્તિમાન નથી. ક્યારેક તે પોતે આનંદપ્રમોદ અને મોજમજાને છોડી દે છે, તો ક્યારેક તેઓ તેને છોડી દે છે. આનંદપ્રમોદ અને મોજમજા એ એક બાબત છે અને તે પોતે અન્ય બાબત છે. તેણે તેમને પોતાને માટે પારકાં ગણવાં જોઈએ. (P. 348-Book-2, Lec. ) 1. P. 61 જેવી રીતે પક્ષીઓ ફળ વગરના વૃક્ષને ત્યજી દે છે તેવી જ રીતે
તેઓ (આનંદપ્રમોદ) તેના સુધી પહોંચે છે અને પછી તેને ત્યજી દે છે.
(81) Sec. 18 ઉત્તરાધ્યયન. 2. P. 187 - Lec. 32, શ્લોક નં. 20. છે જે રીતે એક સિંહમૃગને પકડે છે એજ રીતે તેના અંતિમ દિવસોમાં મૃત્યુ
મનુષ્યને પકડે છે.
તેનાં સગાવહાલાં કે મિત્રો કે તેના પુત્રો કે તેના સંબંધીઓ-પરિવારજનો એ પૈકીના કોઈ જ તેના દુઃખોમાં ભાગ પડાવી શકતાં નથી. તે તેણે એકલાયે જ સહન કરવાનું છે, કારણ કે કર્તાને કર્મ અનુસરે છે. (P. 59, Lec. 3 ઉત્તરાધ્યયન
સૂત્ર)
કેટલીક બાબતો મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલી છે, જેવી કે મારા પિતા, માતા, બંધુ, ભગિની, ધર્મપત્ની, બાળકો, પૌત્રો, પૂત્રવધુઓ, સેવકો, મિત્રો નજીકના પરિવારજનો – સગાસંબંધીઓ, સાથીદારો. આ બધાં મારાં સંબંધીઓ મારી સાથે જોડાયેલાં છે અને હું તેમની સાથે જોડાયેલો છું. અહીં ખરેખર કોઈ દુઃખદાયક બીમારી કે રોગ મારામાં આવે તો તે મારે માટે અનિચ્છનીય, દુઃખદાયક, અસ્વીકૃત, અસંમતિયુક્ત, ત્રાસદાયક, પીડાકારક અને બિલકુલ આનંદદાયક નહીં એવાં હોય છે, કે જે મારે ભોગવવાં ન પડે, તેનો શોક ન કરવો પડે, મારી જાતને દોષ ન દેવો પડે, મારી જાતને અશક્ત બનાવી દેનાર, ત્રાસદાયક અને અત્યંત પીડાકારક હોય છે. મને આ દુઃખદાયક બીમારી કે રોગમાંથી બચાવો, પરંતુ તેની આ ઈચ્છા ક્યારેય પરિપૂર્ણ થતી નથી. મનુષ્ય એકાકી રીતે જ જન્મે છે, તે એકલો જ મૃત્યુ પામે છે, તે એકલો જ અસ્તિત્વની આ સ્થિતિમાંથી પતન પામે છે, તે એકલો જ અન્ય સ્થિતિમાં ઉદ્દભવ પામે છે, તેના મનોવિકારો, તેની સભાનતા, બુદ્ધિ, પ્રત્યક્ષીકરણો અને મન પરની છાપ એ અસાધારણ રીતે તે એકાકી વ્યક્તિની સાથે જ સંબંધિત હોય છે. P. 349, Book-2, Lec. 1 - સૂત્રલિતંગા.
કેટલીક વસ્તુઓ મારી સાથે ગાઢ રીતે સંકળાયેલી છે દા.ત. મારા હાથ, પગ, ભૂજાઓ, ચરણો, મસ્તિષ્ક, પેટ, ચારિત્ર્ય, જીવન, શક્તિ, રંગ, ત્વચા, અંગકાંતિ, કર્ણ, ચલુ, નાસિકા, રસના અને સ્પર્શ. તેઓ પૂર્ણરીતે મારા દેહના જ અંશરૂપ છે. પરંતુ જીવનશક્તિ, દષ્ટિ, ગંધ, ધ્વનિ, સ્વાદ, સ્પર્શ વગેરેના
8
- ૩૬૦ -