________________
ઘણાં વર્ષો સુધી વિકારવશ તેમને ચાહે છે. આનંદ-પ્રમોદનાં સુખો માણીને, હડહડતા અન્યાયની અસરો પેદા કરીને, ઘણાં પાપમય કાર્યોનાં કર્મણ પ્રાપ્ત કરીને કે જે તેમને સામાન્ય રીતે હલકી કક્ષામાં મૂકી દે છે અને તેઓ છેલ્લામાં છેલ્લા તળિયાના નર્કમાં જાય છે.
જે રીતે લોખંડનો કે પથ્થરનો દડો જ્યારે પાણીમાં ફેંકવામાં આવે છે ત્યારે પાણીની સપાટીની નીચે ડૂબી જાય છે અને તળીયે પહોંચીને જ તે અટકે છે તે જ રીતે મનુષ્યો કે જેઓ કર્મણથી પરિપૂર્ણ છે, પાપોથી ભરપૂર છે, દોષોથી ભરપૂર છે, પતનથી ભરપૂર છે, હડહડતા અન્યાયથી ભરપૂર છે, દુષ્ટ વિચારો, કપટ, છેતરપિંડી અને દગાખોરીથી ભરપૂર છે, અને જેઓ નિયમ તરીકે નિયમિત રીતે) પ્રાણીઓની હત્યા કરે છે, તેઓ તેમને આપવામાં આવેલા સમયે જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે તેઓ આ સૃષ્ટિની નીચે ડૂબી જશે અને નર્કના તળિયે પહોંચી જાય છે. SBE - 45 1. P. 978-874 Book-2, Lec. 2, 2, P. 375 Book-2, Dec. 2.
આવા મનુષ્યો રંગ, ધ્વનિ, ગંધ, સ્વાદ અને સ્પર્શ સાથે સંબંધ ધરાવે છે અને અનિષ્ટ ભાગ્યને ભેટે છે. તેઓને પવિત્ર ધર્મગ્રંથોમાં પતંગિયા કે ફૂદાં, હરણ, સર્પ, મત્સ્ય અને ભેંસ સાથે સરખાવ્યાં છે.'
ક્રોધ, ગર્વ, છેતરપિંડી, લોભ, નફરત, સ્વના નિયંત્રણ તરફનો અણગમો, વિષયવિકારની ચીજોમાં આનંદ માણવો, ગમ્મત, ભય, દુઃખ, સ્ત્રીઓ પુરુષો કે બંનેની તરફની કામાસક્ત ઇચ્છા, આ બધા ઈન્દ્રિયોને લગતા બહુમાર્ગી શારીરિક મનોવિકારો તેમનામાં ઉદ્દભવે છે કે જેઓ આનંદ-પ્રમોદને લગતી બાબતો સાથે સંકળાયેલા છે અને તે જ રીતે અન્ય સંવેગો જેમનાથી અગાઉ દર્શાવાયા છે તે મનોવિકારો તેમનામાં પણ થાય છે. તેઓ કરૂણાને પાત્ર છે તેઓએ તેમની જાત પ્રત્યે શરમ અનુભવવી જોઈએ અને તેઓ તિરસ્કારને પાત્ર પણ છે. (102-108) 1. તેઓ કે જેઓ ઉદાસ મનોવિકારોને વશ છે તેઓ રંગોના શોખીન હોય છે અને
અંતે તેઓ બરબાદ થઈ જાય છે, કે જે રીતે એક વિકારગ્રસ્ત ફૂદું પ્રકાશ (ની જ્યોત) તરફ આકર્ષાઈને મોતને ભેટે છે. (રંગ)
જે રીતે એક મનોવિકારવશ મૃગ સંગીતથી મુગ્ધ થઈને, પરંતુ સંગીતથી
- ૫૮ -