________________
અને ગજવાં કાપે છે. તેઓ ઘેટાંને ઉછેરે છે, પ્રાણીઓનો શિકાર કરે છે, પક્ષીઓને પકડે છે અને તે માટે તેઓ જાળનો ઉપયોગ કરે છે. તેઓ ગૌપાલક બને છે અથવા તો ગાયોનો વધ કરનાર (ખાટકી) બને છે, ક્યારેક તેઓ શ્વાનપાલક પણ બને છે અને આમ નિર્દોષ પ્રાણીઓનો વધ કરીને તેઓ પોતાની જાતનું પતન નોંતરે છે.
આવા ભ્રમણામાં ડૂબેલા હલકા મનુષ્યો ત્વચામાં ચીરા પાડે છે અથવા અણીદાર વસ્તુઓ ભોંકે છે, આવા લોકો રક્તથી ખરડાયેલા હાથીવાળા, હિંસક, ઘાતકી, લુચ્ચા અને અવિચારી છે. તેઓ રુશ્વત આપવાનું દગાખોરી કરવાનું, છેતરપિંડી કરવાનું, ઢોંગ કરવાનું, અપ્રામાણિકતાનું અને કપટનું આચરણ કરે છે. તેઓ હલકા ચારિત્ર્યના અને હલકી નીતિમત્તા ધરાવનારા છે. તેમને ખુશ કરવા અત્યંત મુશ્કેલ હોય છે, તેઓ જીવે ત્યાં સુધી સજીવ પ્રાણીઓની હત્યા કરવાથી દૂર રહી શકતા નથી. ખોટી માન્યતાઓના પાપથી પણ તેઓ દૂર રહી શકતા નથી કે તેઓ સ્નાન કરવું, ઘર્ષણ કરવું, ચિત્રકામ કરવું, પોતાની જાતને શણગારવી, અવાજો, સ્પર્શી, સ્વાદો, રંગો, સુગંધીઓ, માળાઓ અને આભૂષણો-અલંકારો, ગાડીઓ, ચાર પૈડાંની ઘોડાગાડીઓ, વાહનો, પાલખીઓ, ઝૂલાઓ, ચાર કે વધુ ઘોડા જોડેલી ચાર પૈડાંની ગાડીઓ, બે ઘોડા જોડેલી ગાડીઓ, ડોળીઓ, શય્યાઓ, આસનો-બેઠકો, ઘોડેસવારી કરવાનો, ઘોડાને હાંકવાનો આનંદ માણવો, અનેક અનુયાયીઓ રાખવા, માશા, અર્ધ માશા કે રૂપિયા વડે વ્યાપાર કરવો, સત, સુવર્ણ અને અન્ય ધનદોલત, કોઈ કાર્ય કરવાનું બીડું ઝડપી લેવું, ખાવા માટે પ્રાણીનો વધ કરનારા (કસાઈ) બનવું, પોતે કાર્ય કરવું અને અન્યને કામ કરતા કરવા, પોતે રસોઈનું કામ કરવું અને અન્યને રસોઈનું કામ કરતા કરવા, કાપી નાખવું, મારવું-પીટવું, ધમકી આપવી, ઠોકવું, બાંધવું, હત્યા કરવી, કોઈને દુઃખ પહોંચાડવું અને આ જ પ્રકારનાં બીજાં અનેક કૃત્યો જેવાં કે મૂલ્યવિહીન માણસોના પાપમય કર્મો કે જે અન્ય પ્રાણીઓને દુઃખ પહોંચાડવા માટે કારણભૂત બને છે, આવા માણસો જીવે ત્યાં સુધી આવાં કર્મોથી દૂર રહી શકતા નથી.
આવા મનુષ્યોને વિષય લોલુપતાવાળાં સુખો આપવામાં આવે છે ત્યારે તેઓ તેમને વારંવાર ઇચ્છે છે, અને તેમના બંદી બની જાય છે.
- ૩૫
-