________________
અને અજ્ઞાનમાંથી ઉદ્ભવ પામે છે. જેવી રીતે કોઈ એક મનુષ્ય કુસ્તી માટેના ખાડામાં પ્રવેશ કરે છે ત્યારે તેને માટે સૌથી મહત્ત્વની બાબત તેના પ્રતિસ્પર્ધી ઉપર વિજય પ્રાપ્ત કરવો એ છે. આવું જ કંઈક બૌદ્ધ ધર્મ વિશે છે. તે દુઃખથી અસ્પર્શ અને ત્રાસરહિત રહેવા ઇચ્છે છે કે જે (દુઃખ) સઘળાં અજ્ઞાની મનુષ્યોને ઊંડાં મૂળ નાખેલી તૃષ્ણા વડે ઘેરી લે છે.
જો કોઈ નિગ્રંથને આવો જ પ્રશ્ન પૂછવામાં આવે તો તે કંઈક આવા જ પ્રકારનો ઉત્તર વાળશે કે તે પોતે જન્મજન્માંતરના અંતવિહીન ચક્રના ચક્રાવામાંથી છૂટવા માટેની ઇચ્છા રાખે છે અને ભૂતકાલિન જન્મોનાં કર્મોની અસરને ધોઈ નાખીને તેમજ વર્તમાનમાં અકર્મણ્યતાનો સહારો લઈને દુઃખદાયક સ્થિતિની ઘટનાઓ ઉપર પૂર્ણવિરામ મૂકવા ઇચ્છે છે.
નિગ્રંથો અનુસાર આ દુઃખનું કારણ શું છે ? મનુષ્ય કે જેઓ આનંદની આકાંક્ષા રાખે છે, જેઓ લોભને તાબે થયેલા છે અને જેઓ મનોરંજનને ખાતર એવાં કર્મો કરે છે કે જે તેમના હિતને હાનિકારક છે, જેઓ પ્રેમ અને ધિક્કારને વશ થાય છે, એવા મૂર્ખ અને કાળજીવિહીન મનુષ્યો ખોટું કર્યે જ જાય છે અને અનિષ્ટ કર્મોનો ઢગ ખડકે છે. તેમની પોતાની સુવિધા માટે તેઓ પ્રાણીઓની હત્યા કરે છે, કાપી નાખે છે અથવા (એકબીજાથી) અલગ પાડે છે. મનુષ્યો પોતાની જાતને ખોટી રીતે આનંદ સાથે એકરૂપ કરે છે અને આ પ્રમાણે વિચારે છે, ‘“આનંદપ્રમોદ અને મનોરંજન આપણને આધીન છે અને આપણે તેમને આધીન છીએ.” તેઓ આ પ્રમાણે વિચારે છે, ‘‘આપણે ખેતરો, ઘરો, રજત, સુવર્ણ, ધનદોલત, અન્ન, તાંબુ, વસ્ત્રો, વાસ્તવિક રીતે કિંમતી માલમિલકત જેવી કે કિંમતી પથ્થરો, રત્નો, મોતીઓ, શંખો, પરવાળાંના પથ્થરો અને માણેકોની માલિકી ધરાવીએ છીએ.’1 તેમની આવી ખોટી ઓળખ તેમને આનંદપ્રમોદ પ્રત્યે મોહિત કરી મૂકે છે, અને આમ આનંદપ્રમોદ પાછળ મુગ્ધ થયેલા એવા તેઓ ચલ અને અચલ એવાં સજીવ પ્રાણીઓની હત્યા કરે છે અથવા અન્ય વ્યક્તિઓ દ્વારા તેમની હત્યા કરાવે છે અથવા અન્યો કે જેઓ તેમની હત્યા કરે છે તેમાં પોતાની સંમતિ આપે છે. તેઓ સઘળા વિચારોથી, શબ્દોથી અને કર્મોથી પાપનું આચરણ કરે છે.
1 એવી વ્યક્તિ કે કોઈ ગ્રંથિ કે કુટિલતા રહિત છે.
~૩૫૫ ~