________________
બાબતોમાંથી કે સઘળી આકાંક્ષાઓની તાબેદારીમાંથી અન્યત્ર દોરી જતું નથી, કે વિરામ પ્રતિ, ક્ષણભંગુરતામાંથી શાંતિ તરફ, મનને અજવાળવા તરફ કે નિર્વાણ તરફ પણ દોરી જતું નથી અને તેથી જ મેં તમને તે અંગે પૂરી માહિતી આપી નથી.
મહાવીરનો ઉપદેશો મહાવીરના સમયની અગત્યની તાત્વિક વિચારધારાઓનું વિહંગાવલોકન કર્યા પછી હવે આપણે મહાવીરનો સંપ્રદાય કે જેને જૈન ધર્મ કે જિન ધર્મ તરીકે ઓળખવામાં આવે છે તેનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીશું. જૈન ફિલસૂફીને અત્યંત ટૂંકમાં રજૂ કરવાનો પ્રયત્ન કરવો એ હિંમતભર્યું પગલું ગણાશે. જેમણે જૈન આગમનો અભ્યાસ કર્યો હશે અથવા જેણે તેની થોડીક પણ ઝાંખી મેળવી હશે તે જાણી શકશે કે આવી રજૂઆત કરવાનો પ્રયત્ન કરવો એ કેટલો વ્યર્થ છે. 1 જૈન ફિલસૂફીના પ્રત્યેક વિકાસાત્મક તબક્કાનું પૃથક્કરાત્મક સર્વેક્ષણ વિષયને પૂરતો ન્યાય આપવા માટે ગ્રંથોની આખી શ્રેણીની રચના પણ ઓછી પડે. આ પાનાંઓમાં જૈનોના પવિત્ર ધર્મગ્રંથોનાં લખાણોની મદદથી મેં અગાઉ પણ કહ્યું છે તદનુસાર હું જીવન વિષેના નિગ્રંથોના દષ્ટિબિંદુનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીશ અને તદુપરાંત કેટલાંક અતિ મહત્ત્વનાં વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરીશ કે જે જૈન ધર્મને અન્ય ઘર્મોથી અલગ ઓળખ આપે છે. આ બાબત આપણને દર્શનશાસ્ત્રમાં મહાવીરના ફાળાને મૂલવવા અથવા તેમના સમયથી ચાલી આવતા અનંત વાદવિવાદ (સંઘર્ષ)ને સુલઝાવવામાં શક્તિમાન બનાવશે..
ગૌતમ બુદ્ધ અને વર્ધમાન મહાવીરના સિદ્ધાંતો ઘણે અંશે સામ્ય ધરાવે છે. જીવન અંગેનું બૌદ્ધ દષ્ટિબિંદુ, જૈનો અથવા નિગ્રંથો એવા બીજા નામે જેમને ઓળખવામાં આવે છે, તેમના કરતાં બહુ જુદું નથી. તેઓ માત્ર કેટલીક મહત્ત્વની બાબતો પર વત્તાઓછો ભાર મૂકવા અંગે જ અલગ પડે છે. બૌદ્ધ ધર્મ અનુસાર સૌથી મહત્ત્વની બાબત દુઃખ અને દુઃખનું ઉચ્છેદન છે. દુઃખ કે જે સમગ્ર સૃષ્ટિ પર વિસ્તરેલું છે કે જેનાથી એક રાજકુમાર તેમજ એક કંગાલ મનુષ્ય એકસમાન રીતે ત્રસ્ત છે અને તે તૃષા (તૃષ્ણા)
- ૩૫૪ -