________________
નાગસેન, મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા અને પછીથી આપે જ તેના ઉકેલ આપ્યા છે.”
બુદ્ધ ફરી એકવાર આની સમજૂતી ન આપી કારણ કે ઘણી જગ્યાએ તેનું ખોટું અર્થઘટન કરવાની અને ખોટી રીતે સમજવાની શક્યતા હતી. અર્થાત્ અંગુત્તરા I. 749. એવાં ઘણાં વિધાનો કરેલાં છે કે જેના દ્વારા બુદ્ધ આનંદને ઉપદેશ આપે છે કે “સ્વ” (પોતાની જાત) એટલે પ્રકાશ, સ્વ એટલે આશ્રયસ્થાન. તે ચોક્કસપણે પાંચ બાબતોના સમૂહનો સંદર્ભ આપતા નથી. એસ. રાધાકૃષ્ણનને આની સમજૂતી આપી છે કે અહીં ધર્મનો સંદર્ભ છે કે જેમાં બ્રાહ્મણને બ્રાહ્મણ એ નામથી ઓળખવામાં આવે છે.
બૌદ્ધ ધર્મ એ મૂળભૂત રીતે એક માર્ગ છે અને કોઈ ફિલસૂકી નથી અને તેથી (દુન્યવી) દુઃખોનું ઉચ્છેદન કરવા તરફ ન લઈ જતા હોય એવા સઘળા પ્રશ્નોને (અનુત્તર) છોડી દેવામાં આવે છે. બ્રાહ્મણ ધર્મની ઈશ્વર અંગેની સંકલ્પનાને બુદ્ધ માન્યતા આપતાં નથી. પ્રાણીને કોઈ જ બચાવી શકતું નથી. ન તો સંન્યાસી કે ન તો ઈશ્વર. બ્રાહ્મણ પણ નહિ અને બુદ્ધ પણ નહીં. આ સઘળા પૈકી કોઈ જ પ્રાણીનો ઉદ્ધાર કરી શકતા નથી. - તે (બુદ્ધ) તો કેવળ માર્ગ બતાવે છે. જેઓ તેને સ્વીકારે છે અને પોતાની જાતે તેનો સાક્ષાત્કાર કરે છે તેમનો જ કેવળ ઉદ્ધાર થશે. બૌદ્ધ ધર્મ એ વત્તે-ઓછે અંશે નૈતિક તાલીમનો એક માર્ગ છે કે જ્યાં ડગલે ને ડગલે. ક્ષણે ને ક્ષણે, જે ડાહ્યો માણસ છે તેણે તેના અહમ્ને સર્વ પ્રકારની અશુદ્ધિઓમાંથી સ્વચ્છ કરવાનો છે કે જેવી રીતે એક લુહાર રજતને મેલથી શદ્ધ કરે છે. એવા સઘળાં પ્રશ્નો કે જેઓ “સ્વ'ના વિકાસને લાગતાવળગતા નથી તે સર્વેને બુદ્ધ બાજુ ઉપર મૂકી દે છે. કેટલાક કિસ્સાઓમાં કે જ્યાં તેને લાગે છે કે જ્યાં સમસ્યાઓ ગંભીર હોય અને કોઈની મુશ્કેલીઓ સાચી હોય તે વ્યક્તિ લક્ષ્ય સિદ્ધ કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, તે રૂપક અલંકારની મદદથી જે ગહન પ્રશ્નો છે તેમને સમજાવે છે. (P. 279) પરંતુ કોઈ આળસુ-સુસ્ત શોધક ઉદ્ધતાઈથી તેમને પ્રશ્નનો ઉત્તર આપવા માટે પડકાર ફેંકે છે અથવા એ મુદ્દા પરના તેના અજ્ઞાનની કબૂલાત કરે છે ત્યારે તેને કેવી રીતે ઠપકો આપવો તે બુદ્ધ જાણે છે.
જો બુદ્ધ કોઈ વસ્તુની ભારપૂર્વક રજૂઆત કરવા ઇચ્છે છે તો તે
- ઉપર જ