________________
યવનો અને એંશી હજાર સંન્યાસીઓને તે સાંભળવા દો. આ નાગસેન કહે છે કે, આ શબ્દમાં કોઈ વ્યક્તિ નથી. (આપનામાંથી કોઈ પણ આ વાત સાથે સંમત થાઓ છો?”
અને રાજા મિલિન્દ આદરણીય નાગસેનને કહેવાનું ચાલું રાખ્યું, “હે માન્યવર નાગસેન ! જો કોઈ વ્યક્તિ (આ નામમાં) નથી તો પછી આપને આપની જરૂરિયાતો જેવી કે આહાર, રહેઠાણ અને માંદગીમાં દવા વગેરે પૂરું પાડે છે તે કોણ છે? આ સઘળી ચીજોનો ઉપભોગ કરે છે તે કોણ છે? સદ્ગુણોમાં રાચે છે તે કોણ છે? પોતાને માટે પરિશ્રમ કરે છે તે કોણ છે? પવિત્રતાના ફળો અને પંથ પ્રાપ્ત કરે છે તે કોણ છે? નિર્વાણ પ્રાપ્ત કરે છે તે કોણ છે? કોણ હત્યા કરે છે? કોણ ચોરી કરે છે? કોણ આનંદ માણે છે અને કોણ છેતરે છે? કોણ પીએ છે? પાંચ પ્રાણ ઘાતક દાવા કરે છે તે કોણ છે? તો પછી આમ કોઈ જ સારા કે ખરાબ કર્મો નથી. આ પ્રમાણે તો હે આદરણીય નાગસેન ! કોઈ તમારી હત્યા કરી નાખે અને છતાં એમ કહી શકે કે તે કોઈ હત્યા કરી નથી.
મુરબ્બીશ્રી ! આપ કેશ છો? ના મહાન રાજા. તો પછી તે નાગસેન ! આપ નખ કે દાંત, ત્વચા કે માંસ કે અસ્થિઓ છો ?
ના મહાન રાજા. હે નાગસેન ! આપ શારીરિક સ્વરૂપ છો? આપ વિવિધ ઈન્દ્રિયો છો, નાગસેન? ના મહાન રાજા.
હે નાગસેન ! આપ પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો, સભાનતા છો? ના મહાન રાજા.
અથવા હે મુરબ્બીશ્રી ! તો પછી શારીરિક બાંધો, સંવેદનાઓ, પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો અને સભાનતાઓ એ બધાનો આપ સમૂહ છો, નાગસેન? ના મહાન રાજા.
અથવા હે મુરબ્બીશ્રી ! શારીરિક માળખાનો કોઈ એક અંશ અને સંવેદનાઓ, પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો અને સભાનતાઓ એ સઘળું નાગસેન છે?”
ના મહાન રાજા.”
હે મુરબ્બીશ્રી! મેં જ્યાં જ્યાં તપાસ કરી ત્યાં ત્યાં તો હું નાગસેનને શોધી શકતો નથી. હે મુરબ્બીશ્રી ! નાગસેન એ તો કેવળ એક શબ્દ છે. તો પછી નાગસેન એ (વાસ્તવમાં) શું છે? તો પછી તમે થોટું બોલી રહ્યા છો, તમે જૂઠા છો. નાગસેન છે જ નહિ.”
(Page 256-25) ત્યાર પછી આદરણીય નાગસેને રાજા મિલિન્દને આ પ્રમાણે કહ્યું, હે મહાન રાજા ! તમે પ્રાથમિક જીવનની સઘળી સુવિધાઓથી, સર્વોત્તમ સુવિધાઓથી ટેવાયેલા છો. તો પછી તે મહાન રાજા ! તમે મધ્યાહ્નના સમયે તપ્ત ધરતી ઉપર, બળબળતી રેતી ઉપર, અણીદાર પથ્થરો, નાના પથ્થરો ઉપર અને બળબળતી રેતી ઉપર ધબધબ પગપાળા ચાલો તો તેનાથી તમારા ચરણોને ઈજા થશે તમારો દેહ થકાવટ અનુભવશે અને તમારું મન વ્યગ્ર થઈ જશે. અહીં અણગમા સાથે જોડાયેલી શારીરિક સ્થિતિની સભાનતા ઉદ્ભવે છે. આપ અત્રે પગપાળા આવ્યા છો
- ૫૦ -