________________
તેથી વેવસ્થાના ગમન પછી આનંદે તેના ગુરુ પાસે માગણી કરી, “હે મુરબ્બીશ્રી ! હે ઉન્નત પુરુષ ! શા માટે આપે પરિભ્રમણ કરતા સંન્યાસી વેવવાટ્ટા એ રજૂ કરેલા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો ?” - વરદાની પુરુષ ત્યારે બોલ્યા, “હે આનંદ ! જ્યારે પરિભ્રમણ કરતા સંન્યાસી વેવવાળા એ મને પૂછ્યું, “આત્માનું અસ્તિત્વ છે ?” ત્યારે જો મેં તેનો ઉત્તર તેને આપ્યો હોત તો પછી સમાનાઓનો અને બ્રાહ્મણ ધર્મનો સિદ્ધાંત કે જે શાશ્વતતામાં માને છે તેને પુષ્ટિ મળી ગઈ હોત.
હે આનંદ ! જો પરિભ્રમણ કરતા સંન્યાસી વેવસ્થા એ મને પૂછ્યું હોત કે શું આત્માનું અસ્તિત્વ નથી?” તેનો ઉત્તર જો મેં આપ્યો હોત કે અહમૂનું અસ્તિત્વ નથી તો પછી પણ તે આનંદ ! સમાનાઓ અને બ્રાહ્મણ ધર્મનો સિદ્ધાંત કે જે સદંતર નાશમાં માને છે તેને પુષ્ટિ મળી ગઈ હોત. બૌદ્ધ ધર્મીઓના મત અનુસાર કશું જ શાશ્વત નથી તેથી કશાયનું અસ્તિત્વ નથી. આદરણીય પુરુષની હાજરીમાં જ સાધ્વી વરિાએ તેનું યોગ્ય રીતે વર્ણન કર્યું છે કે જ્યાં પાંચ સમૂહો છે, ત્યાં વ્યક્તિ છે કે જે એક સામાન્ય કલ્પના છે. નાગસેન કે જૈ બૌદ્ધ ધર્મનો વિદ્વાન પ્રવક્તા હતો તેણે રૂપક અલંકારની મદદથી ઉપરોક્ત વિધાનની સમજણ આપે છે. જે રીતે રથ એ શબ્દનો ઉપયોગ વાંસ, ધરી, પૈડાં, મુખ્ય માળખું અને આગળો - આડો સળીયો એવાં નામ કે ઉપનામના સંદર્ભમાં થાય છે તેવી જ રીતે નાગસેન એ શબ્દનો ઉપયોગ ત્વચા, અસ્થિઓ, કેશ, શારીરિક બાંધો, સંવેદના, પ્રત્યક્ષીકરણ, અનુવર્તન અને સભાનપણું વગેરેના સંદર્ભમાં થાય છે. તો પછી ઉપરોક્ત પાંચ બાબતોનો સમૂહ અને તમારી પોતાની વચ્ચે શો સંબંધ છે ? Page 254, Page 256 : નિઃસ્થા આ વાર્તાલાપનો વિગતવાર ચિતાર આપે છે, જે વાસ્તવમાં અત્યંત સૂચનાત્મક છે અને તે આ વિષયની અત્યંત બુદ્ધિયુક્ત જાહેરાત પણ છે. અને હું તેને વિગતે દર્શાવવાની સ્વતંત્રતા અત્રે લઉં છું.
મહાન સંત નાગસેનને રાજા મિલિન્દ પૂછ્યું, “હે આદરણીય મુરબ્બીશ્રી ! આપ કેવી રીતે ઓળખાઓ છો ? મુરબ્બીશ્રી ! આપનું નામ શું છે?”
સંતે ઉત્તર આપ્યો, “હે મારું નામ નાગસેન છે, પરંતુ તે મહાન રાજા ! નાગસેન એ કેવળ નામ છે, તખલ્લુસ છે, પદની સંજ્ઞા છે, સંજ્ઞા છે, કેવળ, એક શબ્દ છે, અહીં કોઈ વ્યક્તિ નથી.” ત્યારે રાજા મિલિન્દ બોલ્યો, “સારું, વધારે ચોકસાઈ માટે પાંચસો
- ૩૪૯ -