________________
તે જ્યારે કહે છે કે તે સઘળાં દુષ્ટ, દગાબાજ સંવેગોમાંથી મુક્ત થઈ ગયો છે ત્યારે તે સંન્યાસીએ આનંદિત અને રાજી થવું જોઈએ. એ મનુષ્ય સુખી છે કે જેનું મન જે કંઈ સારું છે તેનાથી ચિરકાળથી ટેવાયેલું હોય.
લાંબા સમય સુધી નીતિવિષયક બાબતોને ડહોળવાની આ ક્રિયાનો શો લાભ છે ? અવિદ્યાનું નિર્મૂલન કર્યા પછી તૃષ્ણાને નિયંત્રિત કરીને શીલ, સમાધિ અને પન્નાનો વિકાસ સાધવાની ક્રિયાનો ફાયદો શું ? એ સર્વોચ્ચ લક્ષ્ય ક્યું છે કે જેના લીધે ઉમદા પરિવારના પુત્રો ગૃહસ્થજીવનનો ત્યાગ કરીને ગૃહવિહીન અવસ્થાને ભેટે છે ? બુદ્ધ તેને નિર્વાણ કહે છે, પરંતુ તેઓ તે પદને વર્ણવતા નથી. તે પ્રત્યેક દુન્યવી બાબતને ગુમાવવાની ક્રિયા છે, આકાંક્ષાઓનું ઉચ્છેદન છે, આતુરતાનો વિરામ છે, અંત છે. પરંતુ જો કોઈ વ્યક્તિ તપાસ કરે કે આ અંત એ શું છે, બુદ્ધ તેને માટે કોઈ જ ખુલાસો કરતા નથી. તે એવી સ્થિતિ છે, કે જેમાં કોઈ વ્યક્તિ મૃત્યુ અથવા જીવન ઇચ્છતી નથી, પરંતુ જેમ એક નોકર તેના બદલાની રાહ જુએ છે તે જ રીતે તે અમુક વખતની રાહ જુએ છે. એક બાબત ચોક્કસ છે કે આ સૃષ્ટિના ગોલક ઉપર ક્ષણભંગુર-અશાશ્વત વસ્તુઓની કોઈ જ અસર નથી. આની સૌથી ઉત્તમ સમજૂતી કેવળ નકારાત્મક છે. બુદ્ધ કહે છે, ‘‘હે શિષ્યો ! એક એવી સ્થિતિ છે, કે જ્યાં નથી પૃથ્વી કે નથી જળ, નથી પ્રકાશ કે નથી હવા, જ્યાં નથી અનંત અવકાશ કે નથી અનંત કારણ, કે નથી સંપૂર્ણ શૂન્યાવકાશ કે નથી પ્રત્યક્ષીકરણ કે અપ્રત્યક્ષીકરણ એ બંનેનું એકીસાથે ઉચ્છેદન, નથી આ જગત કે નથી સૂર્ય અને ચંદ્ર બંને સહિતનું પેલું જગત, હે શિષ્યો ! હું આગમન કે ગમન કે સ્થિર ઊભા રહેવાની ક્રિયા અંગે, તેમજ મૃત્યુ કે જન્મ વિશે કશું જ કહેતો નથી. તે આધાર રહિત, સવારી રહિત કે વિરામ રહિત છે. અસ્તિત્વને હંમેશાં એક જ્વાળા સાથે સરખાવવામાં આવે છે અને નિર્વાણ આ જ્વાળાને ઓલવી નાખવાની પ્રક્રિયા છે. તે એવી સ્થિતિ છે કે જ્યાં કામવાસના, વિક્કાર અને ગભરાટનું ઉચ્છેદન કરવામાં આવે છે. શા માટે વરદાની પુરુષે તેને સમજાવ્યું નથી ? તેમણે એ સમજાવ્યું નથી, કારણ કે તેમણે વિચાર્યું હતું કે નિર્વાણ જેવી આ ઉમદા સ્થિતિ કેવળ વ્યક્તિના પોતાના વર્તન અને ડહાપણને પૂર્ણ સ્વરૂપ આપ્યા પછી જ સમજી શકાય. એવી વ્યક્તિઓ કે જેમણે તેમના વર્તન
~386~