________________
અને ડહાપણને પૂર્ણ સ્વરૂપ આપ્યું નથી તેમને માટે નિર્વાણનો કોઈ અર્થ નથી અને જેમણે પોતાના વર્તન અને ડહાપણને પૂર્ણ સ્વરૂપ આપ્યું છે તેમને માટે એ (નિર્વાણ) શું છે તે જાણવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે તેઓ સામા કિનારે પહોંચી ગયા હોય છે અને તેમની યાત્રા પૂર્ણ થઈ ગઈ હોય છે. વિદ્વાનોએ વરદાની પુરુષના આ અંગેનાં મૌનનું ખોટું અર્થઘટન કર્યું છે કે નિર્વાણનો અર્થ કેવળ શૂન્યતા-કશું જ નહિ એવો થાય છે અને તેમને લાગે છે કે બુદ્ધ તેને તેમના શિષ્યો સમક્ષ અનાચ્છાદિત કરવાની આનાકાની કરી છે અને તેથી આ આખા પ્રશ્નને ઢાંકી દીધો છે. પરંતુ શું બુદ્ધ તેમને સંબોધીને કહ્યું નથી, કે, “હે શિષ્યો ! અજન્મા, ઉદભવ નહીં પામેલા અસર્જિત, અસ્વરૂપા વ્યક્તિઓ માટે જન્મ પામેલા, ઉદ્દભવ પામેલા, સર્જન પામેલા અને સ્વરૂપ પામેલા (ઉદાણા) મનુષ્યોના આ જગતમાં કોઈ જ શક્ય અસ્તિત્વ નથી. પરંતુ તેમનું અસ્તિત્વ ઉમદા અષ્ટમાર્ગીય પંથમાં છે કે જે તેમને એવી પ્રાપ્તિ તરફ દોરી જાય છે કે જેનાથી અન્ય કોઈ પ્રાપ્તિ ચઢિયાતી નથી.
આ પરમસુખને કોણ માણે છે ? સારાં અથવા અનિષ્ટ કર્મો પરિણામોમાં કોણ સાથે સાથે ભાગ લે છે? આ બાબત આપણને આત્મા અથવા અહમ્ તરફ લાવે છે. બૌદ્ધ ધર્મ આ અંગે નકાર ભણે છે અને તેમ છતાં આત્માના અસ્તિત્વ અંગે ખાતરીપૂર્વક કહે છે. બૌદ્ધ ધર્મ આત્માને તે એવું કંઈક છે કે જે અપરિવર્તનીય અને શાશ્વત છે અથવા મહાન દિવ્યતાના એક અંશ તરીકે છે એ રીતના બ્રાહ્મણ ધર્મના અર્થ અનુસાર સ્વીકારતો નથી. આમ બ્રાહ્મણ ધર્મના પ્રાકૃતિક લક્ષ્ય તરીકે આત્માનું પરમાત્મા સાથેનું એકીકરણ છે, એક તણકાનું મહાન અગ્નિમાં સંમિલન છે.
જ્યારે વેવારોટ્ટા બુદ્ધ પાસે પહોંચ્યો અને ઉન્નત પુરુષ સાથે આમ કહીને બોલ્યો કે, “હે આદરણીય ગૌતમ ! જો આત્મા (મ) હોય તો પછી આ બાબત શી રીતે ટકે છે ?”
- જ્યારે તેણે આમ કહ્યું ત્યારે આદરણીય પુરુષ શાંત થઈ ગયા. “તો પછી તે આદરણીય ગૌતમ! અહમૂનું અસ્તિત્વ નથી?” અને આમ છતાં આદરણીય પુરુષે શાન્તિ જાળવી રાખી. શા માટે બુદ્ધ શાંત રહ્યા ? બુદ્ધના અંતિપ્રિય શિષ્ય આનંદને પણ આ જ બાબત અંગે મુશ્કેલી હતી.
- ૩૪૮ -