________________
કે રથમાં આવ્યા છો ?”
મુરબ્બીશ્રી ! હું પગપાળા મુસાફરી કરતો નથી. હું રથમાં આવ્યો છું.” “હે મહાન રાજા ! જો તમે રથમાં બેસીને આવ્યા છો તો પછી રથની વ્યાખ્યા કરો. હે મહાન રાજા! શું તંભ એ રથ છે ?”
અને હવે સંતે તાર્કિક પ્રશ્નોની હારમાળા રાજા સમક્ષ રજૂ કરી કે જેનો રાજાએ પોતે તેમની સામે ઉપયોગ કર્યો હતો. તદુસાર સ્તંભ કે પૈડાંઓ કે રથનું) માળખું કે ધૂંસરી આમાંનું કશું એ રથ નથી.
વધુમાં આ બધા તેના અંશરૂપ ભાગોનો સમૂહ એ રથ નથી. અથવા આ બધા સિવાયની અન્ય કોઈ વસ્તુ એ પણ રથ નથી.” હે મહાન રાજા ! હું સમજુ છું કે મેં અત્રે રથની ઓળખ શોધી કાઢી છે. રથ એ કેવળ શબ્દ છે. તો પછી રથ એ શું છે? તમે ખોટું બોલી રહ્યા છો કે પછી તે રાજા તમે જૂઠા છો. રથ જેવું કશું છે જ નહિ. હે મહાન રાજા ! હે સમગ્ર ભારતના સમ્રાટ ! તેથી તમને શાનો ભય છે? કે તમે અસત્ય બોલી રહ્યો છો? સારું વધારે ચોક્કસ થવા માટે પાંચસો યવનો અને એંશી હજાર સંન્યાસીઓને તે સાંભળવા દો. રાજા મિલિન્દ બોલ્યો, “હું રથમાં આવ્યો છું.” પછી મેં કહ્યું, “હે મહાન રાજા ! જો તમે રથમાં આવ્યો છો તો પછી રથ એ શું છે તે સમજાવો.”
અને તેઓ રથ શું છે તે દર્શાવી શક્યા નહિ. શું કોઈ આની સાથે સંમત થાય છે? તે જ્યારે આ પ્રમાણે બોલ્યા ત્યારે પાંચસો યવનો અને એંશી હજાર સંન્યાસીઓએ આદરણીય નાગસેનની માન્યતા મેળવવાનો પ્રયત્ન કર્યો અને રાજા મિલિન્દને કહ્યું.
હવે, હે મહાન રાજા ! જે શક્ય હોય તો તમે બોલો.” પરંતુ રાજા મિલિન્દ આદરણીય નાગસેનને કહ્યું, “હે આદરણીય નાગસેન ! હું સ્તંભ, ધરી, પૈડાં અને રથના માળખા અંગે અસત્ય બોલીશ નહિ. સ્તંભ, ધરી, માળખું અને સળીયો એ સર્વે નામો છે, તખલ્લુસો છે, પદનું નામ છે. જે બધાં માટે સમગ્રપણે રથ એ શબ્દ વપરાય છે.”
સરસ, ખરેખર હે મહાન રાજા ! તમે રથ વિશે જાણો છો અને એ જ રીતે હે રાજા ! મારા કેશ, મારી ત્વચા અને અસ્થિઓ, શારીરિક માળખું, સંવેદનાઓ, પ્રત્યક્ષીકરણો, અનુવર્તનો અને સભાનતાઓ એ સર્વે માટે સમગ્રપણે નાગસેન એ શબ્દ વપરાય છે. પરંતુ અહીં આ શબ્દના ચુસ્ત અર્થમાં વિષય-બાબત-વ્યક્તિ તરીકે કાંઈ જ નથી. આમ હે મહાન રાજા! સાધ્વી વજીરાએ પણ ઉન્નત પુરુષની હાજરીમાં જ તેનો અર્થ સમજાવ્યો છે, તે મુજબ, ““જે રીતે આ કિસ્સામાં કે જેમાં રથના ભાગો માટે સમગ્રપણે રથ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, તે જ રીતે જેમ પાંચ સમૂહો જેનામાં ભેગા થાય છે તે વ્યક્તિ છે. અને આજ બધામાં સર્વ સામાન્ય વિચાર છે.
“ખૂબ જ સાચું ! હે આદરણીય નાગસેન ! હે અભૂત નાગસેન ! મારા મનમાં ખરેખર ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા, અને આપે તેમના ઉકેલ આપ્યા છે. જો બુદ્ધ જીવિત હોત, તો તેમણે તમારી તાળીઓ પાડીને વાહવાહ બોલાવી હોત. શાબાશ! શાબાશ!
- ૩૫૧ -