________________
સંબંધમાં હું વૃદ્ધ થતો જાઉં છું, મારી તાકાતવાળી બાબતો ઢીલી પડતી જાય છે, કાયા ઉપર કરચલીઓના ચાસ પડે છે, કાળા કેશ ધવલ બને છે, આ રૂપાળું શરીર પણ જે આહાર દ્વારા વૃદ્ધિ પામેલું હતું તે યોગ્ય સમયે ત્યજી દેવું પડે છે. 1. P. 349 Book, Lec. 1, Sutrakritanga.
પરંતુ આ કરૂણ વાર્તા અહીં પૂર્ણ થતી નથી, તેના દેહના અંશો કે જેને તે તેના પોતાના જ ભાગરૂપ સંપૂર્ણપણે ગણે છે તેઓ તેની દશાને વધારે કરૂણાજનક બનાવી દે છે.
કોઈ એક ઋષિ તેમના સંશોધક સ્વભાવને કારણે આ સંબંધોની આરપાર જોઈ શકે છે અને તેની અનાથ સ્થિતિથી સભાન બને છે અને નિરાશ થઈ જાય છે. આ અંગે પવિત્ર ધર્મગ્રંથોમાં એક સુંદર વાર્તા આપવામાં આવેલી છે, જે મનની આ દશાનું આબેહૂબ વર્ણન કરે છે.
મગધનો રાજ્યકર્તા રાજા શ્રેણિક કે જે ઘણી કીમતી વસ્તુઓની માલિકી ધરાવતો હતો. તે એકવાર મંડીકુક્ષી કૈત્ય નામના સ્થળે આનંદવિહાર કરવા ગયો હતો. તે એક નંદન જેવી જ એક વાટિકા હતી, જેમાં અનેક પ્રકારનાં વૃક્ષો અને લતાઓ હતી. અનેક પ્રકારનાં પક્ષીઓ ત્યાં વાસ કરતાં હતાં અને તે અનેકવિધ પુષ્પોથી ભરપૂર હતી.
ત્યાં તેણે એક વૃક્ષ નીચે બેઠેલા, પોતાની જાત પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવનાર તેમજ ધ્યાનમાં કેન્દ્રસ્થ થયેલા એક સંતને જોયા, તેઓ અત્યંત કોમળ લાગતા હતા તેમજ સુખ સુવિધાઓથી ટેવાયેલા લાગતા હતા, જ્યારે રાજાએ સંતની આકૃતિ જોઈ ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે સંતની આકૃતિ અત્યંત બૃહદ્ અને અસમાન હતી. તેમનો ચરણસ્પર્શ કરીને અને પોતાને તેમનાથી જમણી બાજુએ રાખીને તેમનાથી બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં એવી રીતે રાજાએ તેમની પાસે નીચે આસન ગ્રહણ કર્યું અને પોતાના હાથથી તાળીઓ પાડીને તેમને પૂછ્યું, ‘હે પૂર્ણ પુરુષ ! હે મોજશોખ પ્રત્યે અપ્રીતિ ધરાવનાર ! આપ યુવાન ઉમદા મનુષ્ય હોવા છતાં અને મોજમજા ભોગવવા માટેની આપની યોગ્ય ઉંમર હોવા છતાં આપે ધર્મ પંથમાં પ્રવેશ કર્યો છે, આપે આપની જાતને શ્રમણ તરીકે પ્રસ્થાપિત કરી છે, તો કે સંન્યાસી ! હું આપના મુખેથી આ અંગેનું વર્ણન સાંભળવા માંગું છું. ‘હે મહાન રાજા ! હું રક્ષકવિહીન છું. મારું રક્ષણ કરવાવાળું કોઈ
- ૩૬૧ ~