________________
1.
9 ઝવેરીઓ (સુવર્ણકારો અને રત્નકલાકારો) 10 માછીમારો (ઢીમરો). 11 કલાઈઓ (ખાટકીઓ). 12 વ્યાધ્રો (શિકારીઓ) તેમજ પ્રાણીઓ પકડનારાઓ 18 રસોઈયાઓ અને કંદોઈઓ (સુખડિયાઓ) 14 કેશકર્તનકારો અને માલિશ-ચંપી કરનારાઓ 15 પુષ્યના હાર બનાવનારાઓ અને પુષ્પ વિતરકો (માળીઓ) 16 સમુદ્ર સાહસિકો (નાવિકો – ખલાસીઓ - ખારવાઓ) 17 વિદૂષકો અને છાબ (ટોપલીઓ) બનાવનારાઓ 18 ચિત્રકારો કાષ્ઠના કારીગરો એ સુથારો હતા, જેઓ વહાણો, ગૃહો અને સર્વ પ્રકારનાં વાહનો બનાવતા. અને જેનો વારંવાર પુનરાવર્તિત નિર્દેશ કરવામાં આવ્યો છે તે શ્રેષ્ઠવાહન વ્યવરયા) ઉપરથી આપણે કલ્પી શકીએ કે આ પ્રકારની કળામાં તેમણે સંપૂર્ણતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. તેઓ ગૃહોનું નિર્માણ કરતા અને રાજાનો પુત્ર પણ આ કાર્યમાં સંપૂર્ણપણે અજ્ઞાની હતો નહિ. ધાતુકામના આ કારીગરો દ્વારા સર્વ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર અને કૃષિ માટેનાં સાધનો પૂરાં પાડવામાં આવતા. પાષાણની ઈમારત, પાષાણની દીવાલો અને કિલ્લાઓ, પાષાણનાં સોપાનોવાળી સીડીઓ, આછી કોતરણી કોતરેલા સુંદર સ્તંભો, આ સર્વે બાબતો દર્શાવે છે કે શિલ્પીઓ પણ પોતાના કાર્યમાં ઊણા ઊતરે એવા ન હતા. તેમનો પોતાનો મહાનગરોના નિર્માણમાં પણ ફાળો રહેતો. જનતા અને ભિખુઓ પોતે જે વસ્ત્રોથી આચ્છાદિત રહેતા તેના શ્રેયને લાયક વસ્ત્રગુંફનકારો (વણકરો) હતા. મહાવીરે તેમના સંસારત્યાગના પ્રસંગે પરિધાન કરેલા એક લક્ષ મુદ્રાની કિંમતના વસ્ત્રના (જોકે આ વસ્ત્ર ઈશ્વરદત્ત હતું એમ માનવામાં આવે છે) કરવામાં આવેલા નિર્દેશ ઉપરથી સુંદર મલમલના વસ્ત્રના અસ્તિત્વ અને ઉત્પાદન અંગે આપણે કલ્પના કરી શકીએ. વસ્ત્રનું ગુંફનકાર
- ૨૩૦ -