________________
જન્મ પામે છે તેનો નાશ નિશ્ચિત છે.’” અને તેમણે હૃદયપૂર્વક તેમને સલાહ આપી કે, ‘અટક્યા સિવાય પ્રયત્ન કર્યા કરો - મથ્યા કરો.”
સમગ્ર વિશ્વના ચક્રવર્તી સમ્રાટની રીતે તેમના અવસાનને ઠાઠમાઠવાળી અને ભપકાદાર સ્મશાનયાત્રાની ઉજવણી દ્વારા ભવ્ય આદર આપવામાં આવ્યો.
તેમનું મૃત્યુ હૃદય-લાગણીને અસર કરનારું હતું, કારણે કે તે અદ્ભુત હતું. તેમના અતિપ્રિય શિષ્ય આનંદ સાથેનો તેમનો અંતિમ વાર્તાલાપ ઊંડી સહાનુભૂતિથી ભરપૂર હતો. પરંપરાગત રીતે આવા ત્રણ વાર્તાલાપો સચવાયા છે. જ્યારે બુદ્ધ તેમની માંદગીના પ્રથમ હુમલામાંથી સાજા થયા ત્યારે આનંદે હર્ષપૂર્વક નીચેના શબ્દોમાં નવાઈથી પોતાનો ઉદ્ગાર કાઢ્યો, ‘“હે મુરબ્બીશ્રી ! હું જોઈ રહ્યો છું કે, ઉન્નત સ્થાન ધરાવતા પુરુષ સાજા થઈ રહ્યા છે. હે મુરબ્બીશ્રી ! હું જોઈ રહ્યો છું કે ઉન્નત સ્થાન ધરાવતા પુરુષ વધારે સારા થઈ રહ્યા છે. મારા સમગ્ર મનોબળે મારો સાથ છોડી દીધો હતો. હે મુરબ્બીશ્રી ! હું મુર્છિત થઈ ગયો હતો. મારી જ્ઞાનેન્દ્રિયો પરમ ઉન્નતસ્થાન ધરાવતા પુરુષની માંદગીને કારણે કુંઠિત થઈ ગઈ હતી. પરંતુ હે મુરબ્બીશ્રી ! મને હજી એક આશ્વાસન હતું કે ઉન્નત સ્થાન ધરાવતા પુરુષ જ્યાં સુધી મારા જેવા - આનંદ જેવા - તેમના અનુયાયીનાં દેહ સંબંધમાં તેઓ તેમનો હેતુ જાહેર કરશે નહિ ત્યાં સુધી તેઓ નિર્વાણ પામશે નહિ. પછી બુદ્ધે કહ્યું, ‘“હે આનંદ ! મેં મારા સિદ્ધાંતો જાહેર કર્યા છે અને મેં અંદરના (સંપ્રદાયની અંદ૨ના) કે બહારના વચ્ચે કોઈ ભેદ કર્યો નથી. ભૂલી જવાને પાત્ર એવા ધર્મસિદ્ધાંતોનો ઈશ્વરે કોઈ બોધ કર્યો નથી. હે આનંદ ! તે (ઈશ્વર) કહે છે કે હું મંદિરો ઉપર રાજ્ય કરીશ અથવા મંદિરો મારી ઉપર રાજ્ય કરે. હે આનંદ ! તે (ઈશ્વર) તેમની ઇચ્છા મંદિરમાં જાહેર કરશે. પૂર્ણ પુરુષ (ઈશ્વર) જો કે હે આનંદ ! હું વૃદ્ધ જરૂર થયો છું, પરંતુ હું નબળો પડ્યો નથી. હું એંશી વરસનો વૃદ્ધ થયો છું કે આનંદ ! તું પોતે જ તારા પોતાના જીવનનો પ્રકાશ બન, તારું પોતાનું આશ્રયસ્થાન બન, અને તું અન્ય કોઈ આશ્રયસ્થાન શોધીશ નહિ. હે આનંદ ! હમણાં અથવા તો મારી વિદાય પછી જે કોઈ પોતે જ પોતાના માટેનો પ્રકાશ બનશે, પોતે જ પોતાનું આશ્રયસ્થાન બનશે, અને અન્ય કોઈ જ
~336~