________________
યાતના છે, વૃદ્ધાવસ્થા યાતના છે, મૃત્યુ એ યાતના છે, અપ્રિય લોકો સાથે જોડાણ સાધવું એ યાતના છે, ચાહતથી અલગ થવું એ યાતના છે. કોઈ વ્યક્તિ જે ઇચ્છે તે તેને પ્રાપ્ત ન થાય, ટૂંકમાં દુન્યવી બાબતો સાથેનું આ પંચમાર્ગીય વળગણ એ યાતના છે.”
આ પ્રકારના ધનથી મેં મારા શિષ્યોને પરિચિત કર્યા કે આવા મહાન વૈભવમાં હું જીવતો હતો, આવા વિચારો ત્યારપછી મારા મનમાં પેદા થયા. નબળા મનવાળા સામાન્ય માણસની જેમ કે જે પોતાના શારીરિક રીતે ક્ષીણ થવા માટે પોતે જ જવાબદાર છે, અને પોતે વૃદ્ધાવસ્થાની ક્રિયાશક્તિથી મુક્ત નથી, તે લાગણીનો એકદમ પલયે, તીવ્ર અણગમો અને કંટાળો અનુભવે છે. હું પોતે પણ અન્ય કોઈને વૃદ્ધાવસ્થામાં જોઉં છું, ત્યારે આવું મારી સાથે નહિ બને કે જ્યારે હું યુવાનીનો સઘળો આનંદ-ઉત્સાહ મારા મનની શક્તિથી મારા શિષ્યોમાં પ્રતિબિંબિત કરું છું, કે જે ઉત્સાહ-ઉમંગ પ્રત્યેક યુવાનમાં રહેલો હોય છે અને જે મારામાં પણ હતો. એક નબળા મનના માનવીની જેમ તેઓ (શિષ્યો), જો કે તેમની માંદગી માટે તેઓ પોતે જ જવાબદાર છે, અને રોગની શક્તિથી પણ મુક્ત નથી, જ્યારે હું મારા મનમાં પ્રતિબિંબિત થયેલો જીવનનો જુસ્સો જે મારા જીવનમાં પણ રહેલો છે તે મારા મનમાં રહેલા મારા શિષ્યોમાં હું પ્રતિબિંબિત કરું છું.
હે સંન્યાસીઓ ! આ જ યાતનાના ઉદ્દભવનું પવિત્ર સત્ય છે. પ્રાણીને એક જન્મથી બીજા જન્મ તરફ દોરે છે તે તૃષા છે. કામવાસના અને ઉત્કટ ઇચ્છા એ પણ તૃષા છે કે જે આમ અને તેમ (ગમે ત્યાં) તૃપ્તિ શોધે છે. મોજમજા કરવા માટેની તૃષા, અસ્તિત્વ માટેની તૃષા, સામર્થ્ય માટેની તૃષા. (વગેરે પણ ગમે ત્યાં - આમ તેમ તૃપ્તિ શોધે છે.”
હે સંન્યાસીઓ ! જે પથ યાતનાના ઉચ્છેદનનું આ પવિત્ર સત્ય છે. ઇચ્છાઓના સંપૂર્ણ લોપ દ્વારા તૃષાનું ઉચ્છેદન, તેને જવાનું કહીને, પોતાની જાતને તેનાથી અળગી કરીને, તેને પોતાની જાતમાં કોઈ જગ્યા નહીં આપીને કરી શકાય છે.”
હે સંન્યાસીઓ ! જે પથ યાતનાના લોપ તરફ દોરી જાય છે તે પથનું આ પવિત્ર સત્ય છે આ પવિત્ર અષ્ટમાર્ગીય પથ આ પ્રમાણે સમજી શકાય છે. સાચી શ્રદ્ધા, સાચો સંકલ્પ, સાચી વાણી, સાચું કર્મ, સાચી રહેણીકરણી, સાચો પ્રયત્ન, સાચો વિચાર, સાચું સ્વ-કેન્દ્રીકરણ.”
યાતનાનું આ પવિત્ર સત્ય છે. તે સંન્યાસીઓ ! આ સંકલ્પનાઓ પ્રત્યે મારાં ચક્ષુ ખુલ્લાં હતાં, જેની સમજ આ અગાઉ કોઈએ પ્રાપ્ત કરી
- ૨૪૧૦