________________
આવે, તો તેનાથી અનુવર્તનો નાબૂદ થાય છે. અનુવર્તનોની નાબૂદી દ્વારા, સભાનતા દૂર થાય છે, સભાનતાની નાબૂદી દ્વારા સંજ્ઞા-નામ દૂર થાય છે. સંજ્ઞા-નામની નાબૂદી દ્વારા શારીરિક બાંધો અને શારીરિક બાંધાની નાબૂદી દ્વારા છ ક્ષેત્રો નાબૂદ થાય છે. છ ક્ષેત્રોના ઉચ્છેદન દ્વારા સંપર્ક (ઇન્દ્રિયો અને તેમના ઉદ્દેશો વચ્ચેનો) દૂર થાય છે, સંપર્કની નાબૂદી દ્વારા સંવેદના દૂર થાય છે. સંવેદનાની નાબૂદીથી તૃષા (અથવા આકાંક્ષા દૂર થાય છે, તૃષ્ણાથી નાબૂદીથી વળગણ-અનુરાગ (અસ્તિત્વ પ્રત્યેનું) દૂર થાય છે, અનુરાગની નાબૂદીથી ભાવ દૂર થાય છે અને ભાવની નાબૂદીથી જન્મ દૂર થાય છે, જન્મની નાબૂદીથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, દર્દ અને શોક, આપત્તિ, ચિંતા અને નિરાશા દૂર થાય છે. અને આ જ સમગ્ર દુઃખમય પ્રદેશની નાબૂદી છે.”
અવિદ્યા એ સઘળી વસ્તુઓનું મુખ્ય કારણ છે. તેને આરંભ પણ નથી અને તેને અંત પણ નથી. એક કુશળ જાદુગરની જેમ આ અજ્ઞાન બે રસ્તા પરસ્પર કાપતા હોય એવી ચોકડી ઉપર મનુષ્યોની વિશાળ મંડળી રચે છે. જ્યારે આ અજ્ઞાનનું ઉચ્છેદન થાય ત્યારે વાત પૂરી થઈ જાય છે – ખેલ ખતમ થઈ જાય છે. જો કોઈ પૂછે કે આ અજ્ઞાન શું છે, ત્યારે બૌદ્ધધર્મી કેવળ એટલું જ કહેશે કે તે આપણાં સત્યોનું અજ્ઞાન છે. અજ્ઞાન મનુષ્યને ભ્રમમાં નાખે છે અને અજ્ઞાન દ્વારા ભ્રમમાં રાચતો મનુષ્ય એવાં કર્મો કરે છે કે જે સારા તેમજ નરસાં છે અને તેને તેનાં પરિણામો ભોગવવાં પડે છે. વાસ્તવમાં આપણે જે કંઈ કર્મો કરીએ છીએ તેને કારણે આપણે જે છીએ તેજ છીએ. “મનુષ્ય જે કંઈ કર્મો કરે છે, તેને અનુરૂપ સ્થિતિ તે પ્રાપ્ત કરે છે.” પવિત્ર બૌદ્ધ ધર્મગ્રંથ (અંગુત્તારા ટીકાયા પાસેના નિપાતા) કર્મના મહત્ત્વને નીચેના શબ્દોમાં વર્ણવે છે, “મારું કર્મ એ મારી મિલકત છે, મારું કર્મ હું જે વંશમાં જન્મ્યો છે તેનું મૂળ છે. મારું કર્મ એ મારું આશ્રયસ્થાન છે. મનુષ્ય પોતાનાં કર્મોની અસરમાંથી ક્યારેય છટકી શકતો નથી, આ સંકલ્પનામાં થHપ સુંદર રીતે વર્ણવવામાં આવી છે.” સ્વર્ગમાં સમુદ્રની મધ્યમાં, ઊંચા પર્વતોની ભેખડોમાં તમે તમારી જાતને છુપાવી છે તેમાં પણ તમે સૃષ્ટિ કોઈ સ્થળ શોધી શકશો નહિ, કે જ્યાં તમે તમારાં ખરાબ–પાપી કર્મોનાં ફળો-પરિણામોમાંથી છટકી શકો.
- ૩૪૪ -