________________
મનમાં તિરસ્કાર હતો અને તમે જેને પ્રેમ કરતા હતા તે તમારો અંશ ન હતો. તમારા લાંબા આયુષ્ય દરમ્યાન તમે માતાનું મૃત્યુ, પિતાનું મૃત્યુ બાંધવનું મૃત્યુ, ભગિનીનું મૃત્યુ, પુત્રનું મૃત્યુ, પુત્રીનું મૃત્યુ, સગાસંબંધીઓનાં મૃત્યુ, મિલકતમાં થયેલું નુક્સાન તમે અનુભવ્યું હશે અને જ્યારે તમે
.............. આ અનુભવ્યું હશે, ત્યારે તમારા ચક્ષુઓમાંથી પુષ્કળ આંસુઓ વહ્યાં હશે અને તમે પોતે પુષ્કળ આંસુ સાર્યા હશે. આ લાંબી યાત્રા દરમ્યાન જ્યારે તમે તમારો પંથ ચૂકી ગયા હશો અને આમતેમ ભટક્યા હશો અને દિલગીર થયા હશો અને રૂદન કર્યું હશે, કારણ કે તે તમારી જિંદગીનો) તમારો અંશ હશે, કે જેને માટે તમને ભારોભાર તિરસ્કાર હશે અને જેને તમે પ્રેમ કર્યો હશે તે તમારો અંશ નહિ હોય. તે તમે વહાવેલું આ અશ્રુજળ) ચારે વિશાળ મહાસાગરોના જળ સાથે તુલના કરી શકાય તેવું હશે.
એક બૌદ્ધધર્મી વિચારે છે તદ્દનુસાર તે આ દુઃખમાંથી મોક્ષમુક્તિ છે અને તેથી બુદ્ધે યોગ્ય રીતે જ કહ્યું છે કે, “હે શિષ્યો ! જે રીતે વિશાળ મહાસાગર (નું જબ) સ્વાદમાં એકસમાન છે, જે લવણનો સ્વાદ છે, તેજ રીતે મારા શિષ્યો અને આ સંપ્રદાયના નિયમો પણ એક્સમાન સ્વાદ ધરાવે છે, અને આ સ્વાદ તે મોક્ષ-મુક્તિ છે.”
આ દુઃખને નાબૂદ કરવા માટે, મનુષ્ય તેના મૂળમાં જ પ્રહાર કરવો જોઈએ, આ દિલગીરીનું મૂળ શું છે? અને બૌદ્ધધર્મીઓ દ્વાદશમાર્ગી શ્રેણી આપે છે, અર્થાત અજ્ઞાનમાંથી અનુવર્તનો જન્મે છે, અનુવર્તનોમાંથી સભાનતા જન્મે છે, સભાનતામાંથી સંજ્ઞા જન્મે છે, સંશા (નામ)માંથી શારીરિક બાંધો જન્મે છે અને શારીરિક બાંધામાંથી છ ક્ષેત્રો જન્મે છે, છ ક્ષેત્રોમાંથી સંપર્ક (ઈન્દ્રિયો અને તેમના ઉદ્દેશો વચ્ચેનો) જન્મે છે, સંપર્કમાંથી સંવેદના જન્મે છે, સંવેદનામાંથી તૃષ્ણા (અથવા આકાંક્ષા) જન્મે છે, તૃષ્ણામાંથી વળગણ-અનુરાગ (અસ્તિત્વ પ્રત્યે) જન્મે છે, વળગણ-અનુરાગ (અસ્તિત્વ પ્રત્યે)માંથી જીવ (ભાવ) જન્મે છે, જીવમાંથી જન્મ ઉદભવે છે, જન્મમાંથી વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, દર્દ અને શોક, આપત્તિ, ચિંતા અને નિરાશા ઉદ્દભવે છે. અને આ જ સમગ્ર દુઃખમય પ્રદેશનું મૂળ છે.
“પરંતુ જો આકાંક્ષાના સંપૂર્ણ ઉચ્છેદન દ્વારા અજ્ઞાનને દૂર કરવામાં
- ૩૪3 -