________________
ન હતી. અને મારી વિવેક શક્તિ, જ્ઞાન, અંત:પ્રેરણા અને દૂરદષ્ટિ ખુલ્લાં હતાં.” ““આ યાતનાના પવિત્ર સત્યને સમજવું આવશ્યક છે.” ““મેં યાતનાના આ પવિત્ર સત્યની સમજ પ્રાપ્ત કરી છે.” “આમ હે સંન્યાસીઓ ! મારાં ચક્ષુઓ આ સંકલ્પનાઓ પ્રત્યે ખુલ્લાં હતાં, કે જેની સમજ આ અગાઉ કોઈએ પ્રાપ્ત કરી ન હતી. અને તેના પ્રત્યે) મારી વિવેક શક્તિ, જ્ઞાન, અંત:પ્રેરણા અને દૂરદષ્ટિ આવરણવિહીન હતાં.
સાંખ્ય ફિલસૂફી જે સૃષ્ટિને જાહેર રીતે વખોડી કાઢે છે તે બૌદ્ધ ધર્મ જેવી નથી. પ્રથમ માટે તે (સૃષ્ટિ) ભ્રમણા, માયા છે, જ્યારે દ્વિતીય માટે (બૌદ્ધો માટે) તે સત્યના જેટલું જ વાસ્તવિક છે. બૌદ્ધો સંસારનો ત્યાગ કરે છે, કારણ કે તેમના મત મુજબ તે સળગતા ઘરની માફક યાતનાઓથી ભરપૂર છે. અહીં પ્રત્યેક બાબત નાશવંત છે અને બૌદ્ધો પોતાની જાતને પૂછે છે, “શું આ સૃષ્ટિ ક્ષણભંગુર, દુઃખદાયક કે આનંદયુક્ત છે?” તેમના મત મુજબ આ સુષ્ટિ યાતનાઓથી ભરપૂર છે અને તેમાંથી મુક્તિ એ તેમનું તાત્કાલિક લક્ષ્ય છે. જેમના માટે સૃષ્ટિ દિલગીરીથી ભરપૂર નથી, તેમને માટે બૌદ્ધો પાસે કોઈ દલીલ નથી, પરંતુ દરિદ્રો અને કંગાલો જેને અનુભવે છે તે દિલગીરી - યાતના આ નથી, પરંતુ એ દિલગીરી આ જ છે કે જેને રાજકુમારો અને કંગાલો એક્સરખી રીતે અનુભવે છે. ક્ષણભંગુરતા અહીં ઢચુપચુ થઈ જાય છે. જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ આ દિલગીરી - યાતનાને દુન્યવી પ્રાણીઓ સુધી પહોંચાડે છે, અને કોઈ સમાણા, બ્રહ્મણા, દેવ, બ્રહ્મા અને મારા આમાંથી છુટકારો મેળવી શકતા નથી અથવા તો અન્યને એમ કરવામાં કોઈ જ મદદ કરી શકતા નથી.
તે કેવળ આ અસ્તિત્વની જ દિલગીરી નથી, પરંતુ તે મનુષ્ય દ્વારા અનુભવવામાં આવેલી દિલગીરી છે, જેનાં મૂળ જન્મો અને અનંતતા (શાશ્વતતા)ના અજ્ઞાનમાં રહેલાં છે. આમ (ઈશ્વરના) આશીર્વાદ પ્રાપ્ત કરેલા પુરુષ તેમના શિષ્યોને કહે છે, “ચાર મહાસાગરોના જળની તમારાં ચક્ષુઓમાંથી વહેલાં અને તમે વહાવેલાં અશ્રુઓ સાથે તુલના ઓછા પ્રમાણમાં થઈ શકે છે, કે જ્યારે તમે આ લાંબી યાત્રામાં માર્ગ ચૂકી ગયા હોય અને આમતેમ ભટકતા હોય અને તમને દિલગીરી થઈ હોય અને તમે રૂદન કરતા હોય, કારણ કે તે તમારો અંશ હતો કે જેના વિશે તમારા
- ૩૨ -