________________
અંત પણ ઉમદા હતો.
જ્યારે ઘણા વિશિષ્ટ કક્ષાના ઉમદા જુવાનો પવિત્ર જીવન જીવવા માટે પોતાની જાતે બુદ્ધ સાથે જોડાયા ત્યારે લોકો તેમની તરફ ગુસ્સે થયા અને બોલ્યા કે, સંન્યાસી ગૌતમ બાળબુદ્ધિપણું લઈને આવ્યા છે, સંન્યાસી ગૌતમ વૈધવ્ય લઈને આવ્યા છે, સંન્યાસી ગૌતમ પરિવારોને ડૂબાડવાની યૌજના લઈને આવ્યા છે.”
અને જ્યારે લોકોએ જ્યારે તેમના શિષ્યોને ત્યારે નીચે મુજબના શબ્દોમાં તેમણે તેમને ટોણો માર્યો, ‘‘મહાન સંન્યાસી તેમની યાત્રા દરમ્યાન અહીં મગધની રાજધાનીમાં આવ્યા છે અને તેઓ પર્વત ઉપર બેસીને આવ્યા છે. તેમણે સંજયના બધા જ અનુયાયીઓનું ધર્મપરિવર્તન કરાવ્યું છે, હવે તેઓ તેમની પાછળ જવા માટે કોને ખેંચશે ?”
અને બુદ્ધે તેમના શિષ્યોને બોધ આપ્યો, ‘‘કિંતુ હે મારા શિષ્યો ! જો તેઓ તમારી કનડગત કરે તો તેમને તમે આ શબ્દોમાં ઉત્તર આપજોઃ’ ‘હે વીર પુરુષો ! આ આદરણીય પુરુષ તેમના સાચા ઉપદેશથી ધર્મપરિવર્તન કરાવે છે. આ આદરણીય પુરુષ સત્યની તાકાતથી ધર્મપરિવર્તન કરાવે છે એવા તેમનો કોણ દોષ કાઢી શકશે ?”
પવિત્ર શ્રદ્ધાળુઓ અને ભક્તિભાવવાળા સંન્યાસીઓને ધર્મસિદ્ધાંતના પંથનો પીસ્તાળીશ વર્ષ સુધી ઉપદેશ આપતાં આપતાં બુદ્ધ એકધારું જીવન જીવ્યા હતા. વર્ષા ઋતુના ચાર મહિનાને બાદ કરતાં કેવળ આ જ તેમનું લક્ષ્ય હતું. જ્યારે તેમને કોઈ જનપદ (ગામ)ની નજીકમાં કોઈ વનરાજિ અથવા કોઈ ગુફામાં મુકામ કરવાની ફરજ પાડવામાં આવતી ત્યારે તેઓ એક દિવસ તેની અંદર અને એક દિવસ તેની (વનરાજિ કે ગુફાની) બહાર મુકામ કરતા. આ મુકામ તેઓ જનપદની બહુ નજીક પણ નહિ અને બહુ દૂર પણ નહિ એવી વાટિકામાં કરતા હતા. લોકો પગપાળા, રાજકુમારો રથમાં અને રાજાઓ હસ્તિ ઉપર બેસીને તેમનો ઉપદેશ સાંભળવા માટે તેમના સુધી પહોંચતા, કેટલીકવાર અન્ય ધર્મોના શિષ્યો તેમની સાથે વાદવિવાદ કરવા માટે આવતા અને તેમને પણ સંતોષ આપતા.
બૌદ્ધોએ આ લાંબા પિસ્તાળીસ વર્ષનો ઇતિહાસ આપણા માટે
~ 334 ~