________________
હે પાપરહિત પુરુષ ! આપે જે શોધી કાઢ્યું છે તેનું અન્યને શ્રવણ કરવા દો. જે પર્વતનાં ખડકાળ શિખરો ઉપર ઊંચે ઊભેલા છે,
જેની આંખ સઘળાં લોકો ઉપર નજર રાખે છે,
હે બુદ્ધિમંત પુરુષ ! આપ પણ એવા જ પર્વતની ઊંચાઈ ઉપર છો, ભૂમિથી અત્યંત ઊંચે સત્યની કોટકાંગરાવાળી ભીંત ઉપર ઊભેલા છો, અને હે દર્દરહિત પુરુષ આપ ત્યાંથી મનુષ્ય જાત તરફ નીચે જોઈ રહ્યા છો,
એવાં દુઃખો કે જે જન્મ સમયે અને વૃદ્ધાવસ્થામાં યાતના આપે છે, હે પરાક્રમી પુરુષ ! વિજયોમાં સમૃદ્ધ છો એવા આપ ઊઠો, ઊઠો, કે પાપરહિત ! હે સત્યના ઉપદેશક ! વિશ્વમાં આપ ભ્રમણ કરો, હે મુરબ્બીશ્રી ! આપનો સ્વર ઊંચો કરો, ઘણા લોકો આપને સમજશે.
"
અને આવા દૃઢ નિશ્ચય સાથે, આ આદરણીય વ્યક્તિએ ઉપદેશ આપવાની કારકીર્દિનું કાર્ય શરૂ કર્યું. પરંતુ સત્યનો ઉપદેશ સૌપ્રથમ કોને આપવો એ સમસ્યાનો તેમને સામનો કરવો પડ્યો. અલારાકાલામ અને ઉદકરામપુત્ર તો મૃત્યુ પામ્યા હતા. તે પછી બુદ્ધે પેલા પાંચ શિષ્યોને ઉપદેશ આપવાનું વિચાર્યું કે જેઓ તેમના અગાઉના સંઘર્ષના સમયના સાથીદારો હતા. એ વખતે આ ચાર સંન્યાસીઓ બનારસમાં રહેતા હતા, તેથી બુદ્ધે સારનાથ તરફ પ્રયાણ કર્યું. પાંચ સંન્યાસીઓએ જ્યારે તેમને દૂરથી આવતા જોયા ત્યારે તેમણે એકબીજાને કહ્યું, “દોસ્તો ! પશેથી સંન્યાસી ગૌતમ આવે છે કે જેઓ પોતે મરજી મુજબ ભોગ ભોગવે છે, જેણે પોતાની (સત્યની) ખોજ ત્યજી દીધી છે, અને પોતાની અસંયમી અવસ્થામાં પાછા ફર્યા છે. આપણે તેમની પ્રત્યે કોઈ આદર દાખવીશું નહિ, આપણે તેમની સમક્ષ ઊભા થઈશું નહિ, આપણે તેમનું ભિક્ષાપાત્ર ગ્રહણ કરીશું નહિ, અને તેમણે આપેલો ડગલો પણ ગ્રહણ કરીશું નહિ, પરંતુ આપણે તેમને વસ્ત્ર અર્પણ કરીશું અને જો તેમને ગમશે તો તેઓ નીચે બેસી જશે, જેમ જેમ આદરણીય પુરુષ (બુદ્ધ) નજીક અને નજીક આવતા ગયા ત્યારે તે પાંચ સંન્યાસીઓ તેમણે કરેલા નિશ્ચયથી દૂર અને દૂર જતા ગયા, અને જ્યારે તેઓ નજીક આવ્યા ત્યારે તેઓ (પાંચેય શિષ્યો) તે આદરણીય પુરુષની પાસે ગયા. એકે તેમનો ભિક્ષાનો કટોરો અને તેમનો ડગલો લીધો, બીજો તેમને માટે આસન લઈ આવ્યો, ત્રીજાએ તેમનાં ચરણ
~333~