________________
અને ચરણરજ ધોવા માટે તેમને જળ આપ્યું. આદરણીય પુરુષ આસન ઉપર નીચે બેઠા, કે જે તેમના માટે જ બિછાવેલ હતું.
આદરણીય પુરુષે તેમને પોતે પ્રાપ્ત કરેલા સત્યની ખાતરી કરાવી અને તેમણે તેમને ધર્મસિદ્ધાંતનો ઉપદેશ આપ્યો જે પ્રારંભમાં, મધ્યમાં તેમજ અંતમાં ઉમદા હતો. બુદ્ધે તેમને સરળ શબ્દોમાં ચાર ઉમદા સત્યો શીખવ્યાં. પાંચેય સંન્યાસીઓએ તેમના સંપ્રદાયમાં ધર્મપરિવર્તન કર્યું અને આમ સૃષ્ટિ ઉપર આપણે છ પવિત્ર વ્યક્તિઓ છીએ (એમ બુદ્ધે કહ્યું).
સત્યના સાક્ષાત્કાર પછી બુદ્ધે 45 લાંબા વર્ષો સુધી ધર્મપંથનો ઉપદેશ આપ્યો. તેઓ કોઈ એક સ્થળે લાંબો સમય સુધી રહેતા ન હતા, તેમણે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કર્યો અને તેમના સંદેશનો ઉપદેશ કરતાં કરતાં અને પવિત્ર શિષ્યોનું (તેમના સંપ્રદાયમાં) ધર્મપરિવર્તન કરાવતા કરાવતા તેઓ એક સ્થળેથી બીજા સ્થળે મુકામ કરતા હતા, પ્રથમ પાંચ સંન્યાસીઓના ધર્મ પરિવર્તનથી શરૂઆત કરીને હજારો શિષ્યોના ધર્મપરિવર્તનનો ઇતિહાસ શરૂ થાય છે. યશ, કાશ્યપ, સારીપુત્ત, મોગલાન, આનંદ અને અન્ય લોકોનું ધર્મપરિવર્તન રસપ્રદ ઇતિહાસ રચે છે. ધર્મપરિવર્તન કરનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકો વધવા લાગી અને તે સંખ્યા તરત જ હજાર સુધી પહોંચી ગઈ. ડૉ. ઓલ્ડનબર્ગ એમ કહે છે ત્યારે સાચા છે કે, ‘‘આ ઝડપી વધારાની શક્તિનું કંઈ રહસ્ય નથી, જે એક ચર્ચની યુવાન વ્યક્તિમાં હોય છે, તેના સતત પ્રવાસ-પરિભ્રમણમાં રહેલું છે, જે હજારો સ્થળોએ કરવામાં આવેલું હતું. બુદ્ધે તેમના શિષ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા અને પરિભ્રમણ કરવા માટે સાચા દિલથી સલાહ આપી હતી અને તેના દ્વારા ઘણા લોકોના કલ્યાણ માટે, ઘણા લોકોના આનંદ માટે, સૃષ્ટિ તરફની કરૂણા માટે, આશીર્વાદયુક્ત ક્લ્યાણ માટે અને મનુષ્યોના તેમ જ દેવોના આનંદ માટેની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે પોતાના શિષ્યોને એક સ્થળે બે જણાએ નહીં જવાની સૂચના આપી. તેને મનુષ્યોની વારસાગત ભલાઈની ખાતરી થઈ ગઈ હતી. તેઓ અત્યંત હૃદયપૂર્વક એવું માનતા હતા કે એવા મનુષ્યો પણ અસ્તિત્વ ધરાવતા હતા કે જેઓ દુન્યવી ધૂળ (પાપ)ની બાબતમાં શુદ્ધ હતા અને તેથી તેમને સિદ્ધાંતોનો ઉપદેશ આપવાનું કષ્ટ તેમણે ઉઠાવ્યું નહિ, કે જેનો (ઉપદેશનો) આરંભ ઉમદા હતો, જેનો મધ્ય ઉમદા હતો અને જેનો
~૩૩૪