________________
પ્રેરણાદાયક શબ્દોમાં બહાદુર અને શૂર પુરુષ તરીકે આગળ આવવા માટે તેમજ પોતાના ધર્મપંથનો ઉપદેશ આપવા માટે વિનંતી કરી કે તેનાથી ઘણા લોકો તેમના ઉપદેશને સમજતા થશે. બુદ્ધના મનમાં પણ બ્રહ્માની વિનંતીનું સત્ય પ્રત્યક્ષ થયું અને તેમને લાગ્યું કે એવાં મનુષ્યો પણ છે કે જેમના આત્મા શુદ્ધ છે, એવાં પણ મનુષ્યો છે કે જેમની માનસિક શક્તિઓ પ્રબળ છે, અને નિર્બળ માનસિક શક્તિઓ ધરાવતાં મનુષ્યો પણ છે), જેમની પ્રકૃતિ ઉમદા છે, (અને અધમ પ્રકૃતિનાં મનુષ્યો પણ છે), જેઓ સારા શ્રોતા છે અને તેઓ ભાવિ ઈહલોક સિવાયનું જગત અને તેમાં થનારાં પાપોના ભય હેઠળ જીવે છે. તેમણે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો અને બોલ્યા,
“ચાલો, આપણે મરણોત્તર જીવનનાં સઘળાં દ્વાર ઉઘાડીએ, જેમની પાસે બંને કાન છે, તેઓ ભલે (મારા) શબ્દો સાંભળે અને તેમાં માને, મેં મારા ઉપરની આપત્તિ વિશે વિચાર્યું અને મારી ઉપર આવી પણ ખરી, હે બ્રહ્મા ! હજી સુધી વિશ્વને મેં ઉમદા શબ્દો તો સંભળાવ્યા જ નથી. 1 ઉન્નત આત્મા જ્યારે એકાંતવાસમાંથી બહાર આવીને થોભ્યા ત્યારે તેમના મનમાં
આવો વિચાર આવ્યો, “જેનો સાક્ષાત્કાર થવો તેમજ જેને સમજવું મુશ્કેલ છે એવા સત્યને મેં ભેજું છે – સાક્ષાત્કાર કર્યો છે. જે શાન્તિદાતા અને શ્રેષ્ઠ તેમજ સઘળા ખ્યાલોથી ચઢિયાતું છે, અત્યંત મહત્ત્વનું છે અને તેને માત્ર બુદ્ધિમાનો જ ગ્રહણ કરી શકે છે. મનુષ્ય આ સૃષ્ટિના ગોલક ઉપર હરેફરે છે, આ સૃષ્ટિના ગોલક ઉપર તેનું પોતાનું સ્થાન છે અને તે તેમાં આનંદ પ્રમોદ માણે છે. મનુષ્ય કે જે આ સૃષ્ટિના ગોલક ઉપર હરેફરે છે, જેના પર તેનું સ્થાન છે અને આ સૃષ્ટિના ગોલક પર તે આનંદપ્રમોદ માણે છે તેને માટે આ બાબત (સત્ય), કાર્યકારણનો સિદ્ધાંત, કાર્ય અને કારણોની હારમાળા વગેરે ગ્રહણ કરવાં અત્યંત કપરાં છે અને તદુપરાંત સઘળાં અનુવર્તનોનો લોપ, સઘળી દુન્યવી બાબતોમાંથી મને પાછું ખેંચી લેવું, ઇચ્છા-અપેક્ષાનો લોપ, ઇચ્છાઓને વિરામ આપવો તે, નિર્વાણ, જે ધર્મસિદ્ધાંત કે જેનો હું હવે આગળ ઉપર ઉપદેશ આપવાનો છું તે - આ સઘળું ગ્રહણ કરવાનું મનુષ્ય માટે કપરું છે, અને જો મનુષ્યજાત મને નહિ સમજી શકે તો મારે માટે અન્ય કશું નહિ, પરંતુ કેવળ દુઃખદાયક બનશે.” બૌદ્ધ ધર્મગ્રંથોએ અહીં કમળો કે જે જળની બહાર ન આવતા હોય, જે કેવળ જળની સપાટી સુધી જ ઉદય પામતાં હોય અને જળની તદ્દન બહાર સુધી ઉદય પામતાં હોય એવા રૂપક અલંકારનો ઉપયોગ કર્યો છે. હે બુદ્ધિમંત પુરુષ ! તમે શાશ્વત સત્યનાં દ્વાર ખોલો.
- ૩૩૨ -