________________
વર્ષની ઉમરે સંસારત્યાગ કર્યો હતો અને સત્યની શોધમાં છ અત્યંત પરિશ્રમી વર્ષો ગાળ્યાં. આ છ વર્ષોની પરિશ્રમી શોધ પછી તેઓ સત્ય શોધવા માટે શક્તિમાન બન્યા.
ગૌતમ એક વૃક્ષ નીચે બેઠા હતા કે જે પછીથી કેવળ જ્ઞાનના વૃક્ષ (બોધિવૃક્ષ) તરીકે ઓળખાવા માંડ્યું હતું અને એક રાત્રે જ્યારે તેઓ તે વૃક્ષ નીચે ધ્યાન કરતા હતા અને તેઓ આ રીતે ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે તેમને પુનર્જન્મના ચક્રે વીંધવા માંડ્યા કે જેમાં માનવપ્રાણીઓ અસંખ્યવાર જન્મ ધારણ કરે છે. આ ચક્રમાં તેઓ જન્મ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરિભ્રમણ કરતાં જોઈ શક્યા. તેઓ આનો અંત લાવવા ઈચ્છતા હતા અર્થાત જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતા હતા. તેમણે જોયું કે માનવ અસ્તિત્વનો ક્યારેય અંત આવતો નથી. ઈશ્વર સ્વરૂપી માલિક સ્થપતિ દ્વારા માનવ અસ્તિત્વરૂપી ઈમારત હંમેશાં નવેસરથી જ બાંધવામાં આવે છે. ઊંડી વિચારણા પછી તેઓ આ ચક્રના અંતિમ લોપ માટે પ્રયત્નો કરીને તેઓ કાર્યકારણની શ્રેણી મળી આવી. ગૌતમને પોતાને ખાતરી થઈ કે કેવળ તદ્દન અજ્ઞાનને કારણે માનવપ્રાણીઓ જન્મપુનર્જન્મના મહાન સમુદ્રમાં એક મોજા પરથી બીજા મોજા ઉપર ફંગોળાય છે. તેમની અંદર જ્ઞાનનું અજવાળું થવા માંડ્યું. તેમનું મન ઝળહળી ઊઠ્યું. હવે તેઓ સત્યની પાછળના શોધક રહ્યા ન હતા. કારણ કે સત્ય-જ્ઞાન તેઓ મેળવી ચૂક્યા હતા. તેમને જ્ઞાન થયું કે જેનો અંત નથી એવાં અસ્તિત્વોનું અંતિમ કારણ એ કેવળ અજ્ઞાન છે. આ અજ્ઞાનને નિર્મૂળ કરવા માટેનો સૌથી નિશ્ચિત માર્ગ જન્મ અને મરણના આ ચક્રમાંથી છૂટકારો મેળવવો એ છે. ગૌતમના જીવનમાં આ એક મહાન પરિવર્તનબિંદુ હતું. ગૌતમ હવે બુદ્ધ બન્યા, કેવળ જ્ઞાની બન્યા.
આમ નેપંજરા નદીના કિનારે એક વૃક્ષની નીચે (ગૌતમને) કેવળ જ્ઞાન મળ્યું. સતત ખોજનાં વર્ષોના વૃક્ષને ફળ બેઠાં અને ગૌતમ કેવળ જ્ઞાનના ભવ્ય રત્નની પ્રાપ્તિકર્તા બન્યા. તેઓ હવે આ સંસારના સર્વે માનવપ્રાણીઓને બાંધતાં સઘળાં બંધનોમાંથી મુક્ત હતા.
પરિશ્રમી સંઘર્ષનાં આ બધાં છયે વર્ષો દરમ્યાન બુદ્ધ શેતાનની ઇચ્છાઓના “મારાઓથી ઘેરાયેલા રહ્યા. બુદ્ધને તેમના નિશ્ચયમાંથી
- ૩૩૦ -