________________
સાચવ્યો નથી. તેમને કદાચ આ બાબત આવશ્યક નહિ લાગી હોય. તેમણે માત્ર નીચેના ખૂબ મહત્ત્વના બનાવો નોંધ્યા છે, કે જે તેમના માટે અત્યંત મહત્ત્વના અને ધ્યાનાકર્ષક હતા. જેમાં ગૌતમનો જન્મ, તેમનો ગૃહત્યાગ, તેમને થયેલી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, ધર્મસિદ્ધાંતનો ઉપદેશ આપવાનો તેમનો નિર્ણય તેમનું મૃત્યુ અને તેમનો ઉપદેશ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ અન્ય સઘળા પ્રશ્નો જેવા કે તેમણે કોને ઉપદેશ આપ્યો, તેમણે ક્યારે ઉપદેશ આપ્યો, તેમણે શી રીતે ઉપદેશ આપ્યો, તેમના ઉપદેશોનો ઘટનાક્રમ, આ સઘળી હકીકતો તરફ બિલકુલ ધ્યાન આપવામાં આવ્યું નથી. આપણે તેમના ઉપદેશોને એકત્ર કરી શકીએ એમ છીએ, પરંતુ તેમના સમયવર્તી ઘટનાક્રમ વિશે કોઈ માહિતી મેળવી શકતા નથી.
હવે પછી આપણે અંતિમ પરંતુ જરાય ઓછા અગત્યના નહીં એવા ગૌતમના જીવનના અત્યંત મહત્ત્વના બનાવ-નિર્વાણ ઉપર આવીએ. બુદ્ધ હવે એંશી વર્ષના થયા હતા. તેમની જીવનયાત્રા ધીરે ધીરે પરંતુ ચોક્કસપણે સંકેલાવા તરફ ગતિ કરતી હતી. એક વાર તેઓ જ્યારે ભ્રમણ યાત્રા કરતા હતા ત્યારે તેમની ઉપર માંદગીનો ગંભીર હુમલો આવ્યો, પરંતુ તેમણે તેની ઉપર પોતાની ઈચ્છાશક્તિથી એમ વિચારીને વિજય મેળવ્યો કે તેમના શિષ્યોને સંબોધન કર્યા સિવાય તેમનું આ સૃષ્ટિ ઉપરથી વિદાય થવું એ યોગ્ય નહિ ગણાય. તેમણે તેમના શિષ્યોને આસપાસનાં સઘળાં સ્થળેથી એકત્ર કર્યા અને તેમને પોતાના ધર્મપંથને દઢપણે વળગી રહેવાના પ્રેરણા અને સલાહ આપ્યાં. સમગ્ર દુન્યવી બાબતોની અશાશ્વતતા અંગે તેમને સૂચના આપી અને તેમની સમક્ષ પ્રકટ કર્યું કે તેમનું મૃત્યુ સમીપ આવી રહ્યું છે અને ત્રણ મહિના પછી તેઓ આ જગત ઉપરથી વિદાય લેશે. તેમણે યુન્ડાના ઘરે ભોજનનો થોડોક ભાગ ગ્રહણ કર્યો. આ તેમનું અંતિમ ભોજન હતું અને તેથી તે અત્યંત ધન્ય-પવિત્ર હતું. ત્યાર પછી તેમણે ત્યાંથી કુશીનારા તરફ પ્રયાણ કર્યું અને ત્યાં તેમણે સાલનાં વૃક્ષોની કુંજઘટામાં બે સાલ વૃક્ષોની વચ્ચે તેમણે તેમની શૈય્યા તૈયાર કરવાની આજ્ઞા આપી. ત્યાં તેમણે અન્ય ધર્મપંથના સાધુને મુલાકાત આપી અને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું. આ તેમના દ્વારા કરવામાં આવેલું અંતિમ ધર્મપરિવર્તન હતું. મૃત્યુ પામતાં પૂર્વે તેમણે તેમના સંન્યાસીઓને કહ્યું, “જે પ્રાણી તરીકે
~ 335 ~