________________
આશ્રયસ્થાન ગોતશે નહિ, જે કોઈ જન્મ ધરીને પોતાનાથી જ પ્રકાશશે, પોતે જ પોતાનું આશ્રય બનશે અને અન્ય કોઈ આશ્રયસ્થાન ગોતશે નહિ, એવી વ્યક્તિ જ હે આનંદહવે પછીથી સત્યના માર્ગ પર પ્રયાણ કરશે અને એજ મારો સાચો શિષ્ય બની રહેશે.
મારું શરીર પાકટતાની નજીક જઈ રહ્યું છે, મારા જીવનનો અંત સમીપ છે, હું જઈશ પછી તું પાછળ રહીશ. મારે માટેના આશ્રયનું સ્થળ તૈયાર છે, વચ્ચે મધ્યાન્તર રાખ્યા સિવાય સતર્ક બની રહો. હંમેશાં વધારે પવિત્રતામાં જ પ્રયાણ કરતા રહો.
તમારા મનને દૃઢનિશ્ચયી અને સુસજ્જ રાખો. હે શિષ્યો ! જેઓ પોતે સત્યના વિશ્વમાં સત્ય છે, જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા સંઘર્ષ કરે છે, સઘળી યાતનાઓને અંતે જેઓ ટકી રહે છે તેઓ જ ઠોકર ખાધા સિવાય હંમેશાં વધારે ચાલી શકે છે.
જ્યારે બંને સાલ વૃક્ષો ઋતુ સિવાયના સમયે ફૂલોથી ખીલી ઊડ્યાં (Page 201-202 Oldening) ત્યારે સ્વર્ગમાંથી તેમની ઉપર (બુદ્ધ ઉપર) પુષ્પોની વૃષ્ટિ થઈ, સ્વર્ગીય મધુર સંગીત તેમના મસ્તક ઉપર નાદ કરવા માંડ્યું, ત્યારે તે ઉન્નત પુરુષે આદરણીય આનંદને કહ્યું, “જો કે આ પુષ્યો આવવાનો સમય નથી છતાં પણ આ બે જોડિયાં વૃક્ષો પુષ્પોની બહારથી સંપૂર્ણપણે સુશોભિત થઈ રહ્યા છે અને આ પુષ્પો ઝાપટાની જેમ અને પ્રવાહની જેમ એકધારાં પૂર્ણ પુરુષ ઉપર વરસી રહ્યાં છે. પરંતુ આ પૂર્ણ પુરુષ કોઈ અન્ય માલિક, અન્ય વૈભવ-એશ્વર્ય, અન્ય બક્ષિસ, અન્ય અંજલિ, અન્ય આદરના માલિક બનવાની મહેચ્છા હતી. તે આનંદ ! કોઈ નરશિષ્ય કે નારી અનુયાયી, સામાન્ય ભાઈ કે સામાન્ય બહેન, તેનાં નાનાં કે મોટાં બંને સત્યો અને પાર્થિવ દ્રવ્યો અને (ઈશ્વરીય) આજ્ઞા અનુસારનાં જીવન અને વળી સત્ય હકીકતોમાં જ રસ લેવો આ બધી બાબતો પૂર્ણ પુરુષને સર્વોચ્ચ આદર, ઐશ્વર્ય, પ્રશંસા અને પ્રતિષ્ઠા અપાવે છે. તેથી હે આનંદ ! તારે પણ નાની કે મોટી પાર્થિવ બાબતોમાં રહેલા સત્યમાં જીવવાનું વિચારવું જોઈએ, અને (ઈશ્વરીય-ધર્મપંથની) આજ્ઞા અનુસાર જીવવું જોઈએ અને વિગતપૂર્ણ રીતે સત્યના માર્ગે ચાલવું જોઈએ.
પરંતુ આનંદ ગૃહની અંદર ગયો અને રડતાં રડતાં બોલ્યો, “હું હજી અપવિત્રતાઓમાંથી મુક્ત થયો નથી, હું હજી મારા લક્ષ્ય સુધી પહોંચ્યો નથી, અને મારા ગુરુ કે જે મારી ઉપર કરૂણા વરસાવે છે તેઓ ટૂંક સમયમાં
- ૩૮