________________
ડગાવવા માટે વિવિધ પ્રલોભનો રજૂ કરીને તેના દ્વારા હુમલો કર્યો. જો
બુદ્ધ આ બધાં પ્રલોભનોથી ડગ્યા નહિ અને મારાએ તેની સઘળી દુરાચારી યાતનાઓ અને પ્રયુક્તિઓથી પણ તેમની ખડક જેવી અડગતામાંથી એક ઈંચ જેટલા પણ ખસેડવા માટે શક્તિમાન બન્યો નહિ.
इहासने सुस्मतु मे सरीरं लगस्थ मांसम्, प्रलयं च यातु
अप्राप्य बोधिं बहुकल्पदुर्लभं नैवासनात् कायम् एतत् चलिष्यति । આ જ્ઞાન મેળવ્યા પછી, બુદ્ઘ ઉપર પ્રાકૃતિક આનાકાનીએ કબજો જમાવ્યો. ભય અને સંદેહ હજી પણ તેમના મનમાં છૂપાઈ રહ્યાં હતાં.1 મારા એવો મનુષ્ય ન હતો કે જે તેને મળેલી આવી તકને ચૂકી જાય અને તેણે જગતને તેના સિદ્ધાંતોનો બોધ આપ્યા સિવાય જ ગૌતમને નિર્વાણના માર્ગે જવા માટે પ્રેર્યા. બુદ્ધ આ વાતને સમજી ગયા અને ચોખ્ખા શબ્દોમાં તેને કહ્યું કે તેઓ સાધુઓને તેમના શિષ્યો તરીકે મેળવ્યા સિવાય તેઓ નિર્વાણના માર્ગમાં પ્રવેશ કરવાના નથી.
બૌદ્ધ સમાજે મારા ને શોધી કાઢ્યો જે બુદ્ધને સઘળી પુણ્યશીલ બાબતો કરવામાં અડચણ ઊભી કરતો હતો. તેમણે એ પણ શોધ્યું અથવા તો બ્રાહ્મણ પંથ પાસેથી (એ બાબત ઉછીની) લીધી કે એવા દેવો પણ હતા કે જેઓ તેમને વધારે ઉમદા કાર્યો કરવા માટે ઉત્તેજતા હતા અને પ્રેરતા હતા અને (દુન્યવી) યાતનાઓનો તાપ સહન કરવામાં તેમની ત૨ફ પોતાની મદદનો હાથ લંબાવતા હતા. આવા જ એક સહમ્પતિ બ્રહ્મા હતા. જ્યારે બુદ્ધ તદ્દન નિરાશ થઈ ગયા હતા (ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં થવાથી) ત્યારે તેઓ આ ઉન્નત આત્માની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમને આ પ્રમાણે વિનંતી કરી. ‘‘હે મુરબ્બીશ્રી, મહાન આત્મા ! આપ આપના ધર્મમતનો ઉપદેશ આપવાનું શરૂ કરો. હે પૂર્ણ મહાન આત્મા ! ધર્મોપદેશ આપો. એવાં મનુષ્યો પણ છે કે જેઓ દુન્યવી ધૂળથી (દુષ્કૃત્યોથી) ખરડાયા વગરના શુદ્ધ છે, પરંતુ જો તેઓ આપના ધર્મ સિદ્ધાંતોના ઉપદેશનું શ્રવણ કરશે નહિ તો તેઓ કંઈક ગૂમાવશે અને તેમને નુક્સાન થશે. તેઓ આપના ધર્મ સિદ્ધાન્તમાં માનતા થશે.” બ્રહ્માએ ત્યાર પછી તેમને નિયમસિદ્ધાંતના ચક્રને ગતિમાન કરવા માટે વિનંતી કરી અને તેમને અત્યંત
~૩૩૧ -